ભારતમાં રેનો ટ્રાઈબરનો ગ્લોબલ પ્રીમિયર

KhabarPatri News
By KhabarPatri News 14 Min Read

નવી દિલ્હી :  ભારતમાં નંબર એક યુરોપિયન બ્રાન્ડ રેનોએ તેની સંપૂર્ણ નવી વૈશ્વિક પ્રોડક્ટ રેનો ટ્રાઈબર ભારતમાં આજે રજૂ કરી હતી. રેનો ટ્રાઈબર ભારત અને ફ્રાન્સમાં રેનોની ટીમ્સ વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટનું પરિણામ છે અને ભારતીય બજાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલું વિશ્વનું પ્રથમ વાહન છે.

“ભારત ગ્રુપ રેનો માટે મુખ્ય બજાર છે. અમે હજુ ભારતમાં નવા છીએ છતાં અમારી મહત્ત્વાકાંક્ષા અમારી “ડ્રાઈવ ધ ફ્યુચર” યોજનાની રેખામાં ઉચ્ચ છે. ૨૦૨૨ સુધી અમે અમારું વેચાણ બેગણું વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે અમે રેનો ટ્રાઈબર લાવ્યા છીએ, જે ભારતની મુખ્ય બજારને ધ્યાનમાં રાખીને વધુ એક પથદર્શક સંકલ્પના છે. રેનો ટ્રાઈબરની સંકલ્પના અમે વિશ્વભરમાં લઈ જઈએ તે પૂર્વે ભારતીય ગ્રાહકો માટે પ્રથમ ભારતમાં સંકલ્પના, વિકસિત અને ઉત્પાદન કરાઈ છે. આ ખરા અર્થમાં પરિવર્તનકારી છે,” એમ રેનો ટ્રાઈબર રજૂ કરવા સમયે ગ્રુપ રેનોના સીઈઓ થિએરી બોલોરે જણાવ્યું હતું.

રેનો ટ્રાઈબર આસપાસ ઇનોવેશન ડિઝાઇનિંગ કરવા વિશે બોલતાં ગ્રુપ રેનોના કોર્પોરેટ ડિઝાઇનના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ લોરેન્સ વાન ડેન એકરે જણાવ્યું હતું કે  “રેનો ટ્રાઈબર સાથે અમારું લક્ષ્ય એવી કારનું હતું જે અમારા ગ્રાહકોની ઘણી જરૂરતો અને ઘણા જીવન અનુસાર પરિવર્તન લાવી શકે. વાલી હોય, પ્રેમીઓ હોય, ફ્રેન્ડ્સ હોય, ગ્રુપ હોય કે ફેમિલી પેક હોય, તેમની ટ્રાઇબ ગમે તે હોય, તેમની લાઈફસ્ટાઈલ ગમે તેવી હોય, રેનો ટ્રાઈબર તેને અનુકૂળ થઈ શકે. ટ્રાઈબર કોન્વિવાયાલિટી અને શેરિંગનાં ભારતીય મૂલ્યોને સાર્થક કરે છે, જે રેનોમાં સમાન છે. તે આકર્ષક, મજબૂત અને કોમ્પેક્ટ ડિઝાઈન ઓફર કરે છે અને બધા માટે મોકળાશની ફરીથી શોધ કરે છે. અમને અમારી નવી પ્રગતિનું બેહદ ગૌરવ છે, જે ૪ મીટર્સમાં ચમત્કારિક રીતે લેન્ગ્થ ચેલેન્જમાં પરિવર્તન થઈ છે.”

રેનો ટ્રાઈબરઃ ભારત માટે અજોડ વાહન

રેનો ટ્રાઈબર આકર્ષક ડિઝાઈનવાળું, મજબૂત, કોમ્પેક્ટ, મોકળાશવાળું અને મોડ્યુલર, વર્સેટાઈલ વાહન છે, જે ૪ મીટર કરતાં ઓછી જગ્યામાં આરામથી એકથી સાત પુખ્તોને સમાવવાની સિદ્ધિ ધરાવે છે. રેનો ટ્રાઈબર ભારતમાં ગ્રાહકોની અપેક્ષાઓની ઊંડાણથી કરાયેલા વિશ્લેષણનું પરિણામ છે, જે બેજોડ લવચીકતા પ્રદાન કરે છે. રેનો ટ્રાઈબર આકર્ષક ઇન્ટિરિયર સાથેનું અસલી પરિવર્તનકારી છે, તે આધુનિક, વિશાળ છતાં કોમ્પેક્ટ, અલ્ટ્રા- મોડ્યુલર, ઇંધણ- કાર્યક્ષમ વાહન છે, જે ઘણા બધા આધુનિક અને વ્યવહારુ ફીચર્સને બેજોડ બનાવે છે. રેનો ટ્રાઈબર ફાઈવ- સીટર ગોઠવણમાં તેની શ્રેણીમાં સૌથી વિશાળ બૂટ ક્ષમતા ધરાવે છે.

ગ્રુપ રેનોના વિકાસ માટેના મુખ્ય બજારમાંથી ભારત એક છે અને રેનો ટ્રાઈબર સાથે ગ્રુપ રેનોનું લક્ષ્ય ભારતમાં તેનું વિસ્તરણ વધારવાનું છે. તેની ડ્રાઈવ ધ ફ્યુચર વ્યૂહાત્મક યોજનાના ભાગરૂપે ગ્રુપ રેનોનું લક્ષ્ય ૨૦૨૨ સુધી ૫૦ લાખથી વધુ વાહનોના લક્ષ્ય સાથે લગભગ ૪૦ ટકા વધારવાનું અને ભારતમાં આગામી ત્રણ વર્ષમાં વાર્ષિક ૨૦૦,૦૦૦નું વેચાણ વોલ્યુમ બેગણું કરવાનું છે. રેનો ટ્રાઈબરનું ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન થશે અને ૨૦૧૯ના બીજા અર્ધવાર્ષિકમાં ભારતીય બજારમાં સ્પર્ધાત્મક કિંમતે વેચાશે.

“રેનો ટ્રાઈબરે સ્પેસ અને મોડ્યુલારિટીની દૃષ્ટિથી આ રમતમાં પુનઃશોધ કરશે, જેમાં બી-સેગમેન્ટ દ્વારા પ્રેરિત સેગમેન્ટ્સમાં ગ્રાહકોના વ્યાપક વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. રેનો ટ્રાઈબર ઊંડી ગ્રાહક સમજદારી, ઘરઆંગણાની એન્જિનિયરિંગની ક્ષમતા, ઊંડી ડિઝાઇન નિપુણતા અને મજબૂત ઉત્પાદન કાર્યક્ષમતાઓની દૃષ્ટિથી ભારતીય ટીમોની નિપુણતાનું મજબૂત પ્રદર્શન છે. ભારતીય ગ્રાહકો મૂલ્યના પરિમાણ પર વધુ ભાર મૂકે છે અને રેનો ટ્રાઈબર રેનોની સમકાલીન ડિઝાઇન, આધુનિક ફીચર્સ, બેજોડ જગ્યા, મોકળાશ અને પ્રવીણતા ઓફર કરે છે. કારથી વિશેષ રેનો ટ્રાઈબર મોટી સફળતા છે અને ભારતમાં વાર્ષિક વેચાણ વોલ્યુમ બેગણું કરવાના અમારા મધ્યમ ગાળાના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે,” એમ રેનો ઈન્ડિયા ઓપરેશન્સના કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર વેન્કટરામ મામિલાપલ્લેએ જણાવ્યું હતું.

રેનો ટ્રાઈબરઃ એક્સપ્રેસિવ અને એટ્રેક્ટિવ સ્ટાઈલ

રેનો ટ્રાઈબર ભારત અને ફ્રાન્સમાં રેનો ટીમ્સ વચ્ચેના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. એક્સટિરિયર ડિઝાઈન, અજોડ, આધુનિક અને આકર્ષક છે, જે ઉચ્ચ સ્તરની વિશાળતા આપવા તેની ચાર મીટરથી ઓછી લંબાઈમાં ગતિશીલતા અને મજબૂતીને જોડે છે.

વાઈબ્રન્ટ લૂક

રેનો ટ્રાઈબરનો વાઈબ્રન્ટ લૂક તેની સ્લીક અને ટોટ લાઈન્સ તેમ જ તેની ઈન્ક્લાઈન્ડ વિંડસ્ક્રીન અને રિયર વિંડો અને સ્લાઈટ રૂફ ડ્રોપમાં પ્રદર્શિત થાય છે. તે બોડી-ફોલ્ડ દ્વારા વધુ શોભે છે, જે ડોર હેન્ડલ્સને જોડે છે અને સ્કલ્પટેડ વિંગ શોલ્ડર્સમાં વિસ્તરે છે.

દૃષ્ટિગોચર મજબૂતી

નવા ફ્રન્ટ- બમ્પર મજબૂતી અને આધુનિકતા વ્યક્ત કરે છે અને અત્યંત મુશ્કેલ રસ્તાઓ સાથે અનુકૂળ બનવાની ઉત્તમ ક્ષમતા સૂચવે છે. ૧૮૨ મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મજબૂતી છાપ પર ભાર આપે છે, જ્યારે અન્ય ફીચર્સમાં સ્કલ્પટેડ બોનેટ, ફ્રન્ટ અને રિયર એસયુવી સ્કિડ પ્લેટ્સ, રૂફ બાર્સ અને બ્લેક પ્લાસ્ટિક વ્હીલ આર્ચ પ્રોટેકશન્સ અને લોઅર પ્રોટેક્ટિવ ડોર પેનલ્સ વાહનને સાહસિક લૂક આપે છે અને રસ્તાના બધા પ્રકાર માટે તેને અનુકૂળ બનાવે છે.

અત્યાધુનિક ફ્રન્ટ-એન્ડ

રેનો ટ્રાઈબર સમકાલીન અને આધુનિક ફ્રન્ટ- એન્ડની શોભા વધારે છે, જેમાં સિગ્નેચર રેનો ડિઝાઈન ફીચર્સ જેવા કે ક્રોમમાં સર્કલ્ડ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ અને બ્લેક હેડલેમ્પ માસ્ક્સનો સમાવેશ થાય છે રેનોનો લોગો ટ્રિપલ એજ ક્રોમ ફ્રન્ટ ગ્રિલ પર હાઈલાઈટ કરાયો છે, જે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ સુધી વિસ્તારે છે. હેડલેમ્પ્સ પરફેક્ટ વિઝિબિલિટીની ખાતરી રાખે છે અને રેનો ટ્રાઈબરને આકર્ષક લૂક આપે છે.

આકર્ષક રિયર- એન્ડ

બે ભાગમાં રિયર ઈગલ બ્રેક ટેઈલ લેમ્પ્સ ટેઈલગેટના સેન્ટરને નિર્દેશિત કરતાં વિંગ્સ અને ટેપરની બહાર વિસ્તરે છે, જેથી વાહન પહોળું હોવાનો ભાસ કરાવે છે. એસયુવી સ્કિડ પ્લેટ્સ બમ્પર સુધી વિસ્તરીને તેની મજબૂતી પર ભાર આપે છે.

રેનો ટ્રાઈબરની અંદરઃ કોન્વિવાયાલિટી, શેરિંગ અને આધુનિકતા

રેનો ટ્રાઈબરની આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન રોજબરોજના કમ્ફર્ટ અને ઉપયોગમાં આસાની માટે અત્યાધુનિક ટેકનોલોજી પ્રસ્તુત કરે છે. પેસેન્જર કમ્પાર્ટમેન્ટ લેઆઉટ કોન્વિવાયેલિટી અને શેરિંગ પ્રમોટ કરીને પ્રવાસીઓને ખરા અર્થમાં સુખદ ઓન- બોર્ડ અનુભવ પ્રદાન કરે છે.

બારીકાઈ પર ધ્યાન આપવા સાથે મનોહર અને ઉચ્ચ ગુણવત્તાનું વાતાવરણ

રેનો ટ્રાઈબરનું ઇન્ટિરિયર ડેશબોર્ડના ઉપરના ભાગ માટે ડીપ બ્લેકથી બેજ અને નીચેના ભાગ અને ડોઅર ટ્રિમ્સ માટે વ્હાઈટ ટોન સુધી ટુ-ટોન કલર્સ સાથે ઉષ્મા અને વ્યક્તિત્વ લાવતાં સંયોજન સામાન્ય રીતે મનોહરતા અને ઉચ્ચ ગુણવત્તાના વાતાવરણ સાથે સંકળાયેલું છે. બારીકાઈમાં એર વેન્ટ્સ પર ક્રોમ ટ્રિમ, એર કંડિશનિંગ ડાયલ્સ અને સ્ટાર્ટ/ સ્ટોપ બટન, ડેશબોર્ડ પર સિલ્વર એસેન્ટ્સ અને સિલ્વર ડોઅર હેન્ડલ તથા સ્પર્શવા માટે સુખદ ફેબ્રિક સાથે આવરી લેતો ડોઅર આર્મરેસ્ટ્સનો અહેસાસ કારના એકંદર વિઝયુઅલ દેખાવમાં ઉમેરો કરે છે.

અવ્વલ સ્ટોરેજ ક્ષમતા

પ્રવાસીના કમ્ફર્ટની ખાતરી રાખવા માટે રેફ્રિજરેટેડ સેન્ટ્રલ સ્ટોરેજ એરિયા અને કપ હોલ્ડર્સ પ્રથમ અને બીજી સીટ્સ વચ્ચે દરેકની પહોંચમાં રહે છે. લોઅર ગ્લવ કમ્પાર્ટમેન્ટ, જે પણ રેફ્રિજરેટેડ છે તે ઉપરાંત ૪ લિટરથી વધુ ક્ષમતા સાથે અપ્પર ગ્લવ કમ્પાર્ટમેન્ટ પણ છે. રેનો ટ્રાઈબરના ફીચર્સમાં ૩૧ લિટર સુધી સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટની બેસ્ટ લેવલ છે, જે આ જ આકારની હેચબેક્સ પર સામાન્ય રીતે ઉપલબ્ધ કરતાં બેગણાથી વધુ છે.

કનેક્ટેડ મલ્ટીમીડિયા સિસ્ટમ

રેનો ટ્રાઈબરના ૨૦.૩૨ સેમી (૮ ઈંચ) મલ્ટીમીડિયા ટચ સ્ક્રીનમાં મીડિયાનેવ ઈવોલ્યુશન કનેક્ટેડ મલ્ટીમીડિયા સિસ્ટમ છે. તેના સ્માર્ટફોન રેપ્લિકેશન ફીચર સાથે તે એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે અને તેમના સેંકડો ડ્રાઈવિંગ એન્ટરટેઈનમેન્ટ એપ્સ સાથે અભિમુખ છે. મલ્ટીમીડિયા સિસ્ટમ યુએસબી પ્લસ થકી વિડિયોઝ પ્લે કરવાની સુવિધા આપે છે.

ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

આડી રેખાઓ સાથે વધુ પહોળું હોવાનો ભાસ ઉત્પન્ન કરતા ડેશબોર્ડમાં વધુ કમ્ફર્ટ માટે મલ્ટીમીડિયા ટચ સ્ક્રીન છે. ૮.૯ સેમી એલસીડી સ્ક્રીન સાથે સંપૂર્ણ ડિજિટલ એલઈડી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (આ સેગમેન્ટમાં પ્રથમ) ટેકોમીટર, ફ્યુઅલ લેવલ અને એન્જિન ટેમ્પરેચર માટે ત્રણ વર્ચ્યુઅલ ગેજીસ દ્વારા ફ્રેમ્ડ છે.

હેન્ડ્સ- ફ્રી સ્માર્ટ એક્સેસ કાર્ડ

સુવિધાજનક હેન્ડ્સ- ફ્રી કાર્ડ સાથે પ્રત્યક્ષ સંપર્ક કર્યા વિના દરવાજા ખોલી અને બંધ કરી શકાય છે અને એન્જિન સ્માર્ટ સ્ટાર્ટ સ્ટોપ બટન સાથે શરૂ કરી શકાય છે. કાર્ડમાં સેન્સર્સનો અર્થ એ છે કે ખિસ્સામાં કે બેગમાંથી કાર્ડ કાઢ્યા વિના અથવા બટન દબાવ્યા વિના દરવાજા બંધ અને ખોલી શકાય છે. હેન્ડ્સ- ફ્રી સિસ્ટમમાં ડ્રાઈવર વાહનથી દૂર જાય ત્યારે ઓટો- લોક ફંકશનનો સમાવેશ  થાય છે. અસલ સમયનું સેવર અને ઉત્તમ સુવિધા.

દરેક હરોળમાં કાર્યક્ષમ એર- કંડિશનિંગ

રેનો ટ્રાઈબરના પાછળ અને આગળની બેઠકના પ્રવાસીઓને સામાન્ય રીતે વધુ આરામ મળે છે. તે સ્માર્ટ પેકેજ્ડ ટ્વિન એર કંડિશનિંગ સિસ્ટમ સાથે આવે છે જે હરોળોમાં કૂલિંગ કમ્ફર્ટની ખાતરી રાખે છે. બીજી હરોળના પ્રવાસીઓને સેન્ટર પિલર્સ પર સમર્પિત વેન્ટ્સ મળે છે અને ત્રીજી હરોળમાં સીલિંગ પર ચોક્કસ એર વેન્ટ્સ સ્થિત છે. દરેકને ચાહે ત્યારે હવાનો પ્રવાહ સમાયોજિત કરવાનો વિકલ્પ મળે છે.

રેનો ટ્રાઈબરઃ સુપર સ્પેશિયસ, કમ્ફર્ટેબલ અને અલ્ટ્રા મોડ્યુલર

રેનો ટ્રાઈબર ૪ મીટર હેઠળ અલ્ટ્રા મોડ્યુલારિટી અને અજોડ લગેજ- સ્પેસ સાનુકૂળતા સાથે એકથી સાત લોકોને આરામથી સમાવી શકે છે. રેનો ટ્રાઈબર શ્રેષ્ઠ દરજ્જાની વિશાળતા આપે છે. અને કારમાં પ્રવાસીઓ ગમે ત્યાં બેઠા હોય તો પણ બધાને આરામ આપે છે. તે ફ્રન્ટ સીટ કપલ ડિસ્ટન્સ (૭૧૦ મીમી), ઉત્તમ બીજી હરોળમાં લેગ-રૂમ (૨૦૦ મીમી સુધી) અને ત્રીજી હરોળમાં લેગ-રૂમ (૯૧ મીમી) જેવી શ્રેષ્ઠ સુવિધા આપે છે. બધી હરોળ બધા પ્રવાસીઓ માટે ૧૨ વોલ્ટના ચાર્જિંગ સોકેટ્સ અને એર- કંડિશનિંગ સાથે એકસમાન આરામ આપે છે. લાંબા પ્રવાસીઓ પણ ત્રીજી હરોળની બે સ્વતંત્ર સીટ્સમાં આરામથી બેસી શકે છે, જે (૮૩૪ મીમી) ઊંચી છતની સુવિધા આપે છે અને બોડી પેનલ્સમાં આર્મરેસ્ટ્સ ફિટેડ છે.

મહત્તમ વર્સેટાલિટી

રેનો ટ્રાઈબર સ્લાઈડિંગ, રિક્લાઈનેબલ, ફોલ્ડેબલ અને ટમ્બલ બીજી હરોળની સીટ્સ સાથે મોટા દરવાજા ખોલવાના એન્ગલ્સ (પાછળના દરવાજા પર ૭૪ ડિગ્રી) આપે છે, જે તેના સેગમેન્ટમાં ઉત્તમ લેવલ ઈનગ્રેસ અને ઈગ્રેસ આપે છે. ઉદ્યોગની પ્રથમ ઈઝીફિક્સ સીટ્સ ત્રણ હરોળની સ્વતંત્ર સીટ્સનું આસાન હેન્ડલિંગ અને રિમુવલની સુવિધા આપે છે. રેનો ટ્રાઈબર કુલ ૧૦૦થી વધુ અલગ અલગ સીટ ગોઠવણ ઓફર કરે છે.

સીટિંગ મોડ્સ

  • લાઈફ મોડઃ મોટા ભાગના સમયે ૫ સીટ ગોઠવણમાં ગ્રાહકના ઉપયોગથી પ્રેરિત છે. સ્લાઈડર + રિક્લાઈનર + સમર્પિત એસી વેન્ટ્સ સાથે ટ્વિન એસી સાથે અત્યંત આરામદાયક ૫ સીટ.
  • ટ્રાઈબ મોડઃ કારના નામથી પ્રેરિત અમે કારની સંપૂર્ણ બેઠક ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ.
  • સર્ફિંગ મોડઃ ગ્રાહકના અનુભવના ભાગરૂપે અજોડ આકારના ઓબ્જેક્ટ્સ (દા.ત. સર્ફ બોર્ડ)નો સમાવેશ લે છે.
  • કેમ્પિંગ મોડઃ મોજમસ્તી અને સાહસ માટે સર્વ જગ્યા સાથે ૨ લોકો માટે બનાવવામાં આવેલી બેઠક.

અવ્વલ કક્ષાની સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ

રેનો ટ્રાઈબર ઉત્તમ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ (૩૧ લિટર સુધી) અને ફાઈવ- સીટર ગોઠવણમાં અવ્વલ કક્ષાની બૂટ ક્ષમતા (૬૨૫ લિટર) ઓફર કરે છે. બૂટ ક્ષમતા સિક્સ- સીટર ગોઠવણમાં ૩૨૦ લિટર અને સેવન- સીટર ગોઠવણમાં ૮૪ લિટર રહી છે. રેનો ટ્રાઈબર ૫૦ કિગ્રાની ભાર વહન ક્ષમતા સાથે ફંકશનલ રૂફ રેઈલ્સ સાથે પણ આવે છે.

એનર્જી એન્જિન અને યુનિક પ્લેટફોર્મ, જે પરફોર્મન્સ, ઈકોનોમી અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ અનુભવ આપે છે.

રેનો ટ્રાઈબરનું એનર્જી એન્જિન ભારતીય બજાર માટે ઉત્તમ છે, જે ઇંધણ કાર્યક્ષમતા સાથે પરફોર્મન્સનું સંતુલન કરે છે. વાહન એલાયન્સ દ્વારા નિર્મિત અજોડ અને નવી પેઢીના મોડ્યુલર મંચ પર તૈયાર કરાયું છે.

ભારતીય ઉપભોકતાઓની અસલ જરૂરતોને પહોંચી વળતું એન્જિન

રેનો ટ્રાઈબરમાં ૧.૦- લિટર ૩ સિલિંડર પેટ્રોલ એનર્જી એન્જિન ફિટ કરાયું છે, જે ૯૬ એનએમ ટોર્ક સાથે ૭૨ પીએસ ઉત્પન કરે છે. ફાઈવ- સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા ફાઈવ સ્પીડ ઈઝી-આર એએમટી સાથે તેની જોડી જમાવી શકાય છે. તે ક્લિયો અને સેન્ડેરો જેવી યુરોપ અને સાઉથ અમેરિકામાં ગ્રુપ રેનોની બી- સેગમેન્ટ કાર્સમાં ઉપયોગ કરાતી વૈશ્વિક પાવરટ્રેન છે. ડ્યુઅલ વીવીટી સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજી સાથે સમૃદ્ધ એન્જિન સર્વ રેવ્ઝમાં મહત્તમ પ્રતિસાદ આપે છે. ટોર્ક નીચા રેવ્ઝમાંથી ઉપલબ્ધ થાય છે, જે મહત્તમ એક્સિલરેશનની ખાતરી રાખે છે, ભારતમાં ડ્રાઈવિંગની સ્થિતિઓ માટે આદર્શ છે. એન્જિન ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા અને ઓછા મેન્ટેનન્સ ખર્ચ સાથે પરફોર્મન્સ અને ઇકોનોમી વચ્ચે યોગ્ય સંતુલન પ્રદાન કરે છે.

મોડ્યુલારિટી, રૂમીનેસ, કમ્ફર્ટ અને અજોડ ડ્રાઈવિંગના  આનંદ માટે મંચ

રેનો ટ્રાઈબરનું મોડ્યુલર મંચ નવું છે, જે ભારતમાં બી- સેગમેન્ટમાં પ્રવેશ કરવાની રેનોની મહત્ત્વાકાંક્ષાને પહોંચી વળે છે. આ મંચ એવા લાભો આપે છે, જે રેનો ટ્રાઈબરને બજારમાં અનોખી તારવે છેઃ

  • પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર મહત્તમ જગ્યા.
  • મહત્તમ એન્જિન કમ્પાર્ટમેન્ટ.
  • કક્ષામાં અવ્વલ રૂમીનેસ અને બેજોડ સાનુકૂળતા
  • કમ્ફર્ટ અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ અનુભવ

આસાન વ્યુહ

રેનો ટ્રાઈબરની ફીચર્સમાં રિયર પાર્કિંગ સેન્સર્સ અને રિવર્સ કેમેરા ડ્રાઈવિંગ સુધારિત દૃષ્ટિગોચરતા અને સુરક્ષિત રિયર મેનુવરિંગ અને પાર્કિંગ માટે અચૂકતા પ્રદાન કરે છે.

ઉત્તમ સ્તરે સુરક્ષા

રેનો ટ્રાઈબર ભારતીય બજાર માટે સર્વ સુરક્ષાની આવશ્યકતાઓનું પાલન કરે છે અને પ્રવાસીઓ તથા પાદચારીઓના રક્ષણની પાર જાય છે. તેનું મંચ મજબૂતી અને ઉચ્ચ સ્તરની નિષ્ક્રિય સુરક્ષા પૂરી પાડે છે. સક્રિય સુરક્ષાની બધી હરોળમાં ૩૦ પોઈન્ટ બેલ્ટ દ્વારા ખાતરી રખાય છે, જેમાં હરોળ ૧ અને હરોળ ૨માં સાઈડ સીટ્સ રિટ્રેક્ટર સાથે સમૃદ્ધ છે. ડ્રાઈવર બેલ્ટ પ્રીટેન્શનર અને લોડ લિમિટર સાથે સુસજ્જ છે. રેનો ટ્રાઈબરમાં ૪ એરબેગ છે, જેમાં ડ્રાઈવર, પેસેન્જર અને આગળની બાજુઓનો સમાવેશ થાય છે.

Share This Article