Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ કદમ પ્રતિબિંબીત કરે છે. આ પહેલનો પ્રારંભ ફ્રાંસની બહાર સૌથી મોટા ડિઝાઇન સેન્ટરના ઉદઘાટન સાથે થયો છે અને તે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ના વિઝનને વેગ આપે છે. યુરોપિયન અને ભારતીય ડિઝાઇનનું સુમેળભર્યુ મિશ્રણ – ડિઝાઇન સેન્ટરની ફિલોસોફીને અલગ ભારતીય સાંસ્કૃતિક પ્રભાવ સાથે સ્પર્શેન્દ્રિય સંગમ, આકર્ષક, આધુનિક યુરોપિયન સ્થાપત્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે પ્રેરણાત્મક અને અર્થપૂર્ણ વર્કસ્પેસનું સર્જન કરે છે.
Renault ઇન્ડિયાએ ઉચ્ચ પ્રકારના સ્થાપત્ય ‘renault. rethink’નું અનાવરણ કર્યુ છે, જે ભારતમાં Renaultની ભવિષ્યની ડિઝાઇન ભાષાનું નિરુપણ કરે છે. કાર ઉત્પાદન સવલતનું 100% હસ્તાતંરણના પ્રોજેક્ટ સંબંધિત ઘોષણાને અને નવી વૈશ્વિક બ્રાન્ડ ઓળખ સાથે પોતાના ડીલરશિપના નેટવર્કમાં પરિવર્તનને આ સીમાચિહ્ન અનુસરે છે.ચેન્નઇ, 22 એપ્રિલ, 2025 – Renault ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Renault ઇન્ડિયાએ Renault ડિઝાઇન સેન્ટર ચેન્નઇનું ઉદઘાટન કરવાની સાથે renault. rethink નવી ભારત કેન્દ્રિત પરિવર્તનશીલ વ્યૂહરચનાને ખુલ્લી મુકી છે.
ચેન્નઇમાં જે નવા Renault ડિઝાઇન સેન્ટરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યુ છે તે આ પરિવર્તનને મદદ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે અને Renaultની “ભારતમાં ડિઝાઇન” કરવાની મહત્ત્વાકાંક્ષાને પોતાના ‘મેક ઇન ઇન્ડિયા’ના મજબૂત પાયાને પગલે વેગ આપશે. વધુમાં તે ખાસ કરીને તેની RNTBCI (Renault નિસાન ટેકનોલોજી એન્ડ બિઝનેસ સેન્ટર ઇન્ડિયા) શ્રેષ્ઠતાના હબ તરીકે પણ કામ કરશે તેવી આશા સેવાય છે.
“ભારત અત્યંત વિશિષ્ટ અને સ્થાનિકીકરણ દ્વારા આધારિત છે. એક સમર્પિત ડિઝાઇન સ્ટુડીયો હોવો તે તેના પ્રતિભાવને સમજવા, તેમની જરૂરિયાતોને સાંભલવ અને તેની મજબૂતાઇ પર સર્જન કરવા માટે આવશ્યક છે. Renault ડિઝાઇન સેન્ટર ચેન્નઇ” ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને મોડેલ્સ અને ખ્યાલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેની સાથે Renault ગ્રુપના વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં પણ યોગદાન આપશે. સ્થાનિક પ્રતિભા અને તેમના જ્ઞાનનો લાભ ઉઠાવતા આ સેન્ટર Renaultના ભવિષ્યના મોબિલીટી ઉકેલોને આકાર આપવામા મહત્ત્વનો ભાગ ભજવશે. તેનું વ્યૂહાત્મક સ્થળ – જે RNTBCIના શ્રેષ્ઠ હબના કેન્દ્રમાં છે તે પણ અમારી એન્જિનીયરીંગ અને નવીનતા પ્રક્રિયામાં દરેક કાર્યો અને ડિઝાઇનના ઝડપી સંકલનના ગાઢ જોડાણમાં પણ મદદ કરે છે” એમ Renault ગ્રુપના ચિફ ડિઝાઇન ઓફિસર લૌરેન્સ વેન ડેન એકરએ જણાવ્યુ હતુ.
ફ્રેંચ કારનિર્માતા એવુ ભારપૂર્વક જાહેર કરે છે કે 2025નું વર્ષ કંપનીની હવે પછીની પ્રગતિ માટે સ્પ્રીંગબોર્ડની રચના કરતા અને વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઇલ માર્કેટમા પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરતા એક વળાંક બિંદુ ચિન્હીત કરે છે. renault. rethink વ્યૂહરચના Renaultની નવેસરની અને નક્કર પ્રતિબદ્ધતા ફ્રેન્ચ કાર નિર્માતાની દેશમાં નવી સફરને આગળ વધારવા અને તેને આગળ વધારવા માટે રેનોની નવી અને સાહસિક પ્રતિબદ્ધતા આગળ ધપાવે છે.
આ પહેલ ડિઝાઇન નવીનતા, ટેકનોલોજીકલ પ્રગતિ અને ઊંડા સ્થાનિકીકરણમાં મૂળમાં રહેલી ગ્રાહકો અને હિસ્સેદારોને નવી દ્રષ્ટિ સાથે બ્રાન્ડને ફરીથી શોધવા માટે આમંત્રણ છે. ‘renault. rethink’ વ્યૂહરચનાનો પ્રારંભ ભારતમાં Renault માટે એક નવા યુગની શરૂઆત કરે છે. અમને યુરોપિયન કાર ઉત્પાદકોમાં સૌથી વધુ ભારતીય હોવાનો ગર્વ છે, જે સૌથી મોટું R&D કેન્દ્ર, ઉત્પાદન એકમ, ઉચ્ચ સ્થાનિક સપ્લાય ચેઇન અને હવે સૌથી મોટા ડિઝાઇન કેન્દ્રોમાંનું એક છે. ચેન્નઈમાં નવા ડિઝાઇન સેન્ટરનું ઉદઘાટન Renault ઇન્ટરનેશનલ ગેમ પ્લાન 2027ના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમારી પ્રતિબદ્ધતા દેશમાં અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારા બ્રાન્ડ, ઉત્પાદન સ્થિતિ અને ગ્રાહક અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાની છે, તેથી અમે તાજેતરમાં ચેન્નઈ, ભારતમાં નવા ‘R સ્ટોર’નો વૈશ્વિક પ્રારંભની સાક્ષી અનુભવી છે,” એમ Renault ઇન્ડિયા ઓપરેશન્સના કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટરામ મમિલાપલ્લેએ જણાવ્યું હતું.
કાર નિર્માતા કંપનીએ 90% સુધી સ્થાનિકીકરણ સાથે ભારતમાં ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા અને જોડાણના ઉત્પાદન પ્લાન્ટ RNAIPLના 100% હસ્તાંતરણના પ્રોજેક્ટ અંગેની તાજેતરની જાહેરાતને પ્રોત્સાહન આપ્યું છે. ડિઝાઇન સેન્ટર અને ‘renault. rethink’ વ્યૂહરચનાનું અનાવરણ આંતરરાષ્ટ્રીય ગેમપ્લાનના અમલીકરણ તરફના પગલા અને ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને પ્રતિબિંબિત કરે છે. આ સુસંગત પગલું Renault ગ્રુપના તેના સ્વદેશમાં મજબૂત પ્રદર્શનને કારણે આવ્યું છે જેણે આ મહત્વાકાંક્ષી વિસ્તરણ માટે મંચ નક્કી કર્યો છે. 2024માં, Renaultએ 4.3 અબજ પાઉન્ડનો અત્યાર સુધીનો સૌથી વધુ ઓપરેટિંગ નફો હાંસલ કર્યો છે, જે તેની આવકના 7.6% છે, અને તેની આવક પાછલા વર્ષ કરતા 7.4% વધીને 56.2 અબજ પાઉન્ડ થઈ ગઈ છે.
Renault ગ્રુપ પાસે પહેલેથી જ ચેન્નઈમાં સ્થિત તેના સૌથી મોટા R&D કેન્દ્રોમાંનું એક છે, જેમાં લગભગ 10,000 એન્જિનિયરો છે. આ એન્જિનિયરો સ્થાનિક પ્રોજેક્ટ્સને ટેકો આપે છે અને વૈશ્વિક પહેલોમાં નોંધપાત્ર યોગદાન આપે છે. Renault વિશ્વભરમાં ઉત્પાદિત વાહનો માટે ભારતમાં બનાવેલા ઓટો પાર્ટ્સનું સોર્સિંગ કરી રહી છે. આ મજબૂત અને ફુલ-લેન્થની કામગીરી કંપનીના વધતા જતા ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું દર્શાવે છે. Renault 2005થી ભારતમાં હાજરી ધરાવે છે, જ્યારે તેની શરૂઆતની કામગીરી મુંબઈમાં થઈ હતી.
નવીનતા અને બજાર આધારિત ડિઝાઇન કરાયેલ અદ્યતન સવલત : Renault ડિઝાઇન સેન્ટર હવે 1,500 m²થી વધુ વિસ્તારમાં ફેલાયેલુ છે અને તેને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યુ છે, જે નવીનતા અને સર્જન માટે જરૂરી અત્યાધુનિક પર્યાવરણનું સર્જન કરે છે. Renault ડિઝાઇન સેન્ટર કે જે Renaultની અત્યંત ટેકનોલોજીકલી એડવાન્સ્ડ ડિઝાઇન સ્પેસ છે, તેમાં 3D મોડેલ મુલ્યાંકન અને વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ માટેના ઇનર્સિવ એક્હિબીશન સ્પેસ, નેક્સ્ટ-જનરેશન વિઝ્યૂલાઇઝેશન સ્ટુડીયો સાથે એડવાન્સ્ડ સોફ્ટવેર અને ડિજીટલટૂલ્સ અને બ્રેઇનસ્ટ્રોર્મીંગ, સહ-સર્જન અને ચોક્સાપૂર્વકના ટીમવર્કનો સમાવેશ કરે છે. વિશાળ 8.5m x 2.4m (2 x 16/9 ફોરમેટ) હાઇ પર્ફોમન્સ LED વોલ પણ ઊંચી અસર ઉપજાવે છે, તદ્દન સ્પષ્ટ રજૂઆત કરે છે જેનો ઉપયોગ સ્થાનિક અને વૈશ્વિક પ્રોજેક્ટ્સ એમ બન્ને માટે કરવામાં આવ્યો છે. તે યુરોપિયન અને ભારતીય ડિઝાઇનનો સુમેળ છે. આ સ્ટુડીયોની ડિઝાઇન ફિલોસોફીને અલગ ભારતીય સાંસ્કૃતિક પ્રભાવ સાથે સ્પર્શેન્દ્રિય સંગમ, આકર્ષક, આધુનિક યુરોપિયન સ્થાપત્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે પ્રેરણાત્મક અને અર્થપૂર્ણ વર્કસ્પેસનું સર્જન કરે છે.
renault. rethink, Renaultના ભારતમાં ભવિષ્યનું નક્કર પ્રતીક : renault. rethink, ભારતમાં Renault ડિઝાઇન સેન્ટરના મૂળમાં renault. rethink રહેલુ છે, જે એક આકર્ષક હાઇ-ટેક કલ્પનાયુક્ત સ્થાપત્ય છે જે Renaultના પરિવર્તન અને ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે. renault. rethink એક સ્થાપત્ય કરતાં વધુ છે – તે ભારત માટે Renaultના વિઝનની નક્કર અભિવ્યક્તિ છે. તે નવીનતા અને ભારતમાં, ભારત માટે કાર ડિઝાઇન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ કલાકૃતિ ગતિશીલ રાષ્ટ્રની ઉર્જા, ભવિષ્ય આકાર લઈ રહ્યું છે, અને રેનોની આ રોમાંચક યાત્રાનો ભાગ બનવાની મહત્વાકાંક્ષાને કેદ કરે છે,” એમ Renault ગ્રુપના ચીફ ડિઝાઇન ઓફિસર લોરેન્સ વાન ડેન એકરે જણાવ્યું હતું.