યુરોપની નંબર વન ઓટોમોટિવ બ્રાન્ડ રેનો ઇન્ડિયાએ શ્રેષ્ઠ બ્રાન્ડ સાથે ગ્રાહકને સંતોષ પૂરો પાડવાની તેની પ્રતિબદ્ધતા ચાલુ રાખતા શ્રેષ્ઠ બ્રાન્ડની માલિકીના અનુભવ માટે દેશવ્યાપી આફ્ટર સેલ્સ સર્વિસ પહેલની શરૂઆતની જાહેરાત કરી છેં. દેશભરના રેનોના સર્વિસ સેન્ટરમાં આઠ જુલાઇથી 14 જુલાઇ, 2019 સુધી રેનો મોન્સુન કેમ્પમાં આ સુવિધા મળશે.
એક સપ્તાહ ચાલનારા મોન્સુન કેમ્પમાં 450થી વધુ રેનો સર્વિસ ટચ પોઇન્ટમાં દરેક રેનો કારનું વ્યાપક ચેકઅપ કરવામાં આવશે. ઉચ્ચ તાલીમ પામેલા અને સારી લાયકાત ધરાવતા સર્વિસ ટેક્નિશિયનો સારી કાળજી અને ધ્યાન સાથે તમારા વાહન માટે જોઇતુ માર્ગદર્શન પૂરુ પાડશે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ રેનોના સાત દિવસના મોન્સુન કેમ્પમાં કારના બધાજ મહત્વના ચાવીરૂપ ફંક્શનોનું પરીક્ષણ કરવામાં આવશે અને તમારુ વાહન શ્રેષ્ઠ કામગીરી આપે તેની ખાતરી કરવામાં આવશે.
રેનો ઇન્ડિયા તેના ગ્રાહકોને આ મોન્સુન કેમ્પમાં કેટલીક વિશિષ્ટ સુવિધાઓ પણ આપશે. કેટલીક ચુનંદા કાર એક્સેસરીઝ પર 50 ટકા ડિસ્કાઉન્ટનો પણ ગ્રાહક લાભ લઇ શકશે. કેટલાક પસંદગીના પાર્ટ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ અને લેબર ચાર્જીસ પર 15 ટકા ડિસ્કાઉન્ટ તેમ જ અન્ય ઘણી વેલ્યુ એડેડ સુવિધાઓ આપવામાં આવશે. રેનો ઇન્ડિયા રેનો સિક્યોર પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરશે, જેમાં રોડ સાઇડ આસિસ્ટન્સ અને એક્સટેન્ડેડ વોરંટી આપવામાં આવે છે. ઇન્સ્યોરન્સ રિન્યુઅલના સોલ્યુશન માટે રેનો એસ્યોર્ડનો વિશિષ્ટ પ્લાન પણ ગ્રાહકોને ઓફર કરવામાં આવશે. કારની ચેક અપ સુવિધા, ફ્રી કાર વોશ સુવિધા ઉપરાંત રેનો ઇન્ડિયા ટાયર પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ (સિલેક્ટ બ્રાન્ડ્ઝના ટાયર), એન્જિન ઓઇલ રિપ્લેસમેન્ટ પર 5 ટકા ડિસ્કાઉન્ટ જેવી અન્ય ઘણી વેલ્યુ એડેડ સેવાઓ પણ પૂરી પાડશે. આ ઉપરાંત માય રેનો એપ્લિકેશનના રજિસ્ટર્ડ ગ્રાહકોને મોન્સુનના સમયગાળા દરમિયાન પસંદગીના પાર્ટ્સમાં અને એક્સેસરીઝમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓ પણ ગ્રાહકો માટે ગોઠવવામાં આવશે જેમાં તેમનો અનુભવ યાદગાર અને મનોરમ્ય બને તે માટે કેટલીક ખાતરીપૂર્વકની ભેટસોગાદ પણ આપવામાં આવશે.
રેનો સર્વિસ કેમ્પને હંમેશાં દેશભરના ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને કંપની દેશમાં તેનું વિસ્તરણ વધારવા ગ્રાહકો સાથે સાંકળતી આવી પ્રવૃત્તિ ચાલુ જ રાખશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં રેનો ઇન્ડિયાએ ભારતમાં પોતાનો મજબૂત આધાર સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં એક મજબૂત ઉત્પાદનની વ્યૂહરચના સાથે રેનો પ્રોડક્ટ,નેટવર્ક એક્સપાન્શન, ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ જેવા તમામ ચાવીરૂપ વ્યાપાર પરિમાણોમાં વ્યૂહાત્મક પગલા લેવાનું કંપનીએ ચાલુ કર્યું છે. આ નવીનતમ માર્કેટીંગ પહેલ સાથે ગ્રાહક સંતોષ હાંસલ કરવાનું કંપનીનું ધ્યેય છે.