અમદાવાદ: વિશ્વની સૌથી મોટી એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ સિરિઝ- ઓડી ક્વેટ્રો કપની ભારતીય એડિશનમાં તેની ૧૨મી સિઝનની અમદાવાદનાં કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં સમાપ્તિ થઈ હતી. વિશ્વની આ સૌથી મોટી એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ સિરીઝમાં સુમિત પંત અને ડો.કૌશલ આનંદની જોડીએ ઈન્ડિયા ફાઇનલ્સમાં ક્વોલિફાય થવા ૬૦ પોઈન્ટસ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓડી ક્વેટ્રો કપનાં ૭૫૦થી પણ વધુ ગોલ્ફર્સ ઈન્ડિયા ફાઇનલ્સનાં સ્લોટમાં સામેલ થવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ઓડી ક્વેટ્રો કપ ટોચની કોર્પોરેટ ગોલ્ફ ઈવેન્ટસ તરીકે સ્થાન ધરાવે છે અને તેની દેશભરમાં ઉજવણી થાય છે.
ઓડી ઈન્ડિયાનાં હેડ શ્રી રાહિલ અન્સારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્પોર્ટ, પરફોર્મન્સ અને કસ્ટમર એન્ગેજમેન્ટ તરફનાં સતત લક્ષ્યને લીધે ઓડી ઈન્ડિયા તેના ગ્રાહકોને સમૃદ્ધ ગ્રાહક અનુભવ કરાવી રહી છે. ઓડી કવેટ્રો કપમાં ભારતમાં ઓડી ફેન્સ અને ગ્રાહકો સાથે જોડાયેલા રહેવાની તક મળે છે. ગોલ્ફની રમત ચોકસાઈ અને ટેકનિક માટે જાણીતી છે અને ઓડી ગોલ્ફની રમત પ્રત્યે પ્રતિબધ્ધતા ધરાવે છે, ત્યારે ઓડી કવેટ્રો કપ-૨૦૧૯ની અમદાવાદ એડિશન ઘણી રોમાંચક અને ઉત્સાહભરી રહી હતી.