નવીદિલ્હી : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યુ છે કે સરહદ વિસ્તારોમાં મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે. આ લોકો પોતાની પારંપરિક રાજસ્થાની ઓળખના બદલે અરબની પરંપરાને મહત્વ આપી રહ્યા છે. અહીંના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સ્વીકાર કરી રહ્યા છે કે તેમની વચ્ચે વાતચીત હવે ખુબ ઓછી થઇ રહી છે. રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં અસામાન્ય રીતે ડિમોગ્રાફીમાં અથવા તો વસ્તીમાં ફેરફારની Âસ્થતી જાવા મળી રહી છે. બીએસએફના એક અભ્યાસમાં આ મુજબની વાત સપાટી પર આવી છે.
હાલમાં જ બીએસએફ દ્વારા જેસલમેરના સરહદી વિસ્તારોમાં ડિમોગ્રાફીને લઇને એક અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી વિગત પણ સપાટી પર આવી છે. લોકોના હેરસ્ટાઇલથી લઇને પહેરવેશ સુધીની બાબતોનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાની પહેરવેશ હવે દેખાતા નથી. અન્ય સમુદાયની તુલનામાં જૈસલમેર સરહદ પર મુસ્લિમની વસ્તીમાં આશરે ૨૨ ટકાનો વધારો થઇ ગયો છે. જ્યારે બીજા સમુદાયની વસ્તીમાં ઓછો વધારો થયો છે.
કેટલીક શંકાસ્પદ ગતિવિધી પણ ચાલી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયને આ અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે. જા કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઇ વિવાદ નથી. પરંતુ આ પ્રકારથી ઝડપી વસ્તી વધારો ચિંતા ઉપજાવે છે. રિપોર્ટના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે.