નવી દિલ્હી : ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેમજ અન્ય પગલા લેવામાં આવ્યા બાદ લોકોને રાહત મળવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના જુદા જુદા ભાગોમાં ડુંગળીની કિંમતમાં કિલોદીઠ ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે. જો કે નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વિરોધમાં કેટલાક મંડીઓમાં ખેડુતો માલ વેચવાના મુડમાં નથી. ડુંગળીની કિંમતોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ડીજીએફટીએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસને ઘટાડીને તા.૧૩ સપ્ટેમ્બરે ૮૫૦ પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે.
એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને પરવાનગી નથી. પુરના કારણે મહારાષ્ટ્ર સહિતના ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા રાજયમાંથી આવતા પુરવઠાને અસર થઈ છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા માટે અને ગ્રાહકોને રાહત થાય તે માટે કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીનો ૫૦,૦૦૦ ટન બફર સ્ટોક ઠાલવ્યો છે. ડુંગળીના વધતા જતા ભાવને લઈને ચિંતિત બનેલી સરકારે હાલમાં વધુ પગલા લીધા હતા. જેના ભાગરૂપે સરકારે સ્થાનિક બજારમાં ડુંગળી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બને તે હેતુસર ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વધતા જતા ભાવને પણ કાબુમાં લેવામાં સફળતા મળશે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં બફર સ્ટોક માથી ડુંગળીનો જથ્થો જારી કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સંગ્રહખોરી સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. ડુંગળીના સંગ્રહખોરી કરનાર લોકો સામે કઠોર પગલા લેવાની ચેતવણી આપવામાં આવી હતી. પુરના કારણે પૂરવઠો ન પહોંચતા ભાવ હાલ આસમાને પહોંચ્યા હતા. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેથી કિંમતો હવે કાબુમાં આવશે. મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નિતીમાં આગામી આદેશ સુધી સુધારો કરવામાં આવ્યો છે.