સમસ્ત બ્રહ્મ પરિવાર (ટ્રસ્ટ) અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા ગુજરાત રાજ્યના દરિયાકિનારા ના ગામડાઓમાં વાયુ વાવાઝોડાથી અસરગ્રસ્ત થાય તેવા વિસ્તારો માટે ફૂડપેકેટ અને અન્ય જીવન જરૂરી મદદ માટેની કામગીરી અગાઉથી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય ના અરબી સમુદ્રમાં વાયુ વાવઝોડુ બે એક દિવસ થી સક્રિય થઈ ને ગુજરાત તરફ આશરે ૧૨૦ કિમીની ઝડપે આવી રહ્યું છે. અને ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મંત્રાલયના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય ના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે નુકશાન થવાની શક્યતા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરિયાકિનારાના વિસ્તાર પર હાઇ એલેર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ ગુજરાત રાજ્યનો તમામ દરિયાકિનારો અને તમામ બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે.
સમસ્ત બ્રહ્મ પરિવાર (ટ્રસ્ટ) ના ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી તથા જાગૃતિબેન ત્રિવેદી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના કન્વીનર યજ્ઞેશભાઇ દવે દ્વારા આ સેવાનું કાર્ય હાથે ધરવામાં આવ્યું છે. યજ્ઞેશભાઇ એ જણાવ્યુ કે ગુજરાત રાજ્ય પર આવી રહેલી કુદરતી આફતમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ છે કે કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય. પરંતુ ગુજરાત રાજ્ય સરકારની માહિતી મુજબ ભારે નુકશાન ની શક્યતા છે. તો તે માટે અગાઉથી જરૂરિયાતમંદની મદદ કરવા માટે અમે તૈયાર છે. માનવતા ની દ્રષ્ટિએ કોઈ પણ ધર્મ , જ્ઞાતિ કે સમાજ ના જરૂરિયાતમંદની મદદ કરવી એ આપણા સર્વે નું પ્રથમ કર્તવ્ય છે.
સમસ્ત બ્રહ્મ પરિવાર (ટ્રસ્ટ) ના મનીષભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સેવાના કાર્ય માં ગુજરાત રાજ્યના દરેક સમાજ , સંગઠન અને ટ્રસ્ટને આવકારીએ છીએ. અને તમામ મદદ જે તે જીલ્લાના કલેક્ટરશ્રીને પહોચાડી આપવામાં આવશે. વાવાઝોડામાં આફતગ્રસ્ત વિસ્તારમાં જે કોઈને સેવા આશ્રયથી ફૂડ પેકેટ કે અન્ય કોઈ મદદ પહોચાડવી હોય કે સહયોગ આપવા ઇચ્છતા હોય તેઓ અમારો આ સરનામા પર સંપર્ક કરી શકે છે. સરનામું : (૧) ૨, શિવાંગી એપાર્ટમેંટ , ઘરડાઘરની બાજુમાં , ચંદ્રનગર ચાર રસ્તા , ચંદ્રનગર , પાલડી , અમદાવાદ , મો. ૮૩૨૦૯૦૬૪૩૫ / ૯૮૨૪૩૫૮૫૫૮ (૨) ૩૨ , અંકુર સોસાયટી વિભાગ ૧, અંકુર ચાર રસ્તા , નારણપુરા , અમદાવાદ મો. ૭૬૨૨૦૭૬૭૬૦.