નવી દિલ્હી : જીએસટીમાં છુટછાટના કારણે આગામી દિવસોમાં સામાન્ય લોકોને વધારે ફાયદો થઇ શકે છે. કેટલીક ચીજો સસ્તી થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઘરમાં ઉપયોગ કરવામાં આવતી મોટા ભાગની ચીજા વધારે સસ્તી થવા જઇ રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ ૨૫થી ૩૦ વસ્તુઓમાં રાહતની અપેક્ષા રાખવામાં આવી શકે છે. જેમાં એસી, ડિશવોશર અને ડિજિટલ કેમેરાનો સમાવેશ થાય છે. આવી રીતે જીએસટીના ટોપ સ્લેબમાં હવે ૨૨૬ વસ્તુઓના બદલે ૩૫ વસ્તુઓ રહી જશે.
૨૮ ટકાના જીએસટીના નેટવર્કમાથીં ઓટોમોબાઇલ, સોફ્ટ ડ્રિન્ક, સિગારેટ, પાન મસાલા અને તમાકુની ચીજો બહાર થઇ જશે. એરક્રાફ્ટ, રિવોલ્વર અને પિસ્તોલ તેમાં સામેલ રહેશે. ઘરમાં ઉપયોગ કરવામાં આવતી ચીજા સસ્તી થઇ શકે છે. વડાપ્રધાન મોદીના સંકેત બાદ ચીજા સસ્તી થનાર છે. મોદી કહી ચુક્યાછે કે તેમની સરકાર એવી ખાતરી આપવા માંગે છે કે, ૯૯ ટકા ચીજા જીએસટી સ્લેબના પેટા ૧૮ ટકાની કેટેગરીમાં આવરી લેવામાં આવશે.
મોદીએ જીએસટીની સફળતાની વાત કરતા કહ્યું હતું કે, જીએસટીના અમલીકરણ પહેલા નોંધાયેલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ૬૫ લાખ હતી જે હવે ૯૫ લાખ સુધી વધી ગઈ છે. રિપÂબ્લક સમિટને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. આજે જીએસટી વ્યવસ્થા મોટાપાયે સ્થાપિત થઇ ચુકી છે અને એવી સ્થિતિ તરફ કામ કરી રહ્યા છે જ્યાં ૯૯ ટકા ચીજા ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં રહેશે. જીએસટીની વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ સતત બેઠકોમાં કેટલાક સુધારા થતા રહ્યા છે. હવે વધારે સુધારા કરવામાં આવનાર છે. મોદી કહી ચુક્યા છે કે જીએસટીમાં સુધારા લોકોની તકલીફમાં ઘટાડો કરવા માટે કરાઇ રહ્યા છે.