ઈન્દોર અને વલ્લભીપુર ખાતે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઈન્દોર અને વલ્લભીપુર ખાતે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય
ગત રામનવમી નિમિત્તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા એક મંદિરમાં હવન થઈ રહ્યો હતો અને તે દરમિયાન છત તૂટી પડતા અનેક લોકો વાવના પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પ્રાપ્ત અહેવાલો અનુસાર 36 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને અનેક લોકોને ઇજાઓ પણ થવા પામી છે. પૂજ્ય મોરારીબાપુ દ્વારા આ ૩૬ મૃતકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 11000 ની સાંત્વના રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ રૂપિયા 3,96,000 ની આ સહાયતા રાશિ રામકથાના મધ્યપ્રદેશ સ્થિત શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
આ જ રીતે બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક મેવાસા ગામ પાસે એક ટેમ્પો ઊંધો પડતા મૂળ ભડભીડ ગામના છ લોકોના કરુણ મૃત્યુ થયા હતા.આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પૂજ્ય મોરારીબાપુ એ તેના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 11,000 લેખે 66000 ની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. આમ આ બંને અક્સ્માતમાં માર્યા ગયેલા લોકોને ચાર લાખ બાસંઠ હજારની સહાયતા રાશિ મોકલવામાં આવી છે. પૂજા બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી તેમના પરિજનો તરફ દિલસોજી વ્યક્ત કરેલ છે.

Share This Article