રિલાયન્સ કંપની દરેક ક્ષેત્રમાં પોતાનો હાથ અજામી ચુકી છે અને તે અવનાવા બિઝનેસ કરતી રહે છે અને આ વખતે રિલાયન્સ કંપની ભારતના મુંબઈમાં એક લકઝરી બ્રાન્ડસનો મોલ બનાવાવવા જઈ રહી છે .ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એક અબજ ડોલરના ખર્ચે મુંબઇમાં શોપિંગ પેલેસ બનાવવા જઇ રહ્યા છે. જયાં પશ્ચિમની લક્ઝરી ચીજવસ્તુઓ મળશે. આ પ્રોજેક્ટ તેમના રિલાયન્સ એમ્પાયરને એક પોર્ટલ તરીકે પણ સ્થાપિત કરશે, જેમાં દુનિયાની મોટાભાગની બ્રાન્ડસ ઉપલબ્ધ હશે. ભારત વિશાળ દેશ હોવાં છતાં લક્ઝરી માર્કેટ પ્રમાણમાં નાનું છે.
તેમ છતાં આ માર્કેટ આગામી પાંચ વર્ષમાં લગભગ બમણું થઈને લગભગ ૫ બિલિયન ડોલરનું થાય તેવી શકયતા છે. યુરોમોનિટરના અંદાજ મુજબ તેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ લુઈસ વિટનથી લઈને ગુચી સુધીના પાવરહાઉસ બ્રાન્ડ્સનાં ડઝનબંધ આઉટલેટ્સ સાથે એક મોલ બનાવી રહી છે.
રોઇટર્સે કેટલાક ડોક્યુમેન્ટસની ચકાસણી બાદ આ જાણકારી આપી હતી. રિટ્ઝી મોલ, જિયો વર્લ્ડ પ્લાઝા મોંઘી બેગ અને શુઝ સહિતની લકઝરી ચીજાે ખરીદવા માગતા પૈસાપાત્ર ભારતીયોને આકર્ષિત કરશે. ભારતના લગભગ ૯૦૦ અબજ ડોલરનાં રિટેલ માર્કેટમાં આ મોલ લક્ઝરી આઇટમના મામલે ટોપ પર આવશે, જ્યાં તેની એમેઝોન અને વોલમાર્ટ જેવા ઇ-કોમર્સ અને સુપરમાર્કેટ્સની સાથે તીવ્ર હરીફાઇ છે.
લક્ઝરી મોલ ધરાવતા મુંબઈના બાંદ્રા કુર્લા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં એક વિશાળ કોમર્શિયલ અને કલ્ચરલ સેન્ટર જિયો વર્લ્ડ સેન્ટરને વિકસાવવાનો કુલ ખર્ચ એક અબજ ડોલરથી વધુ છે, તેમ આ બાબતની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું. ૨૩૮ અબજ ડોલરની માર્કેટ વેલ્યું સાથેની રિલાયન્સ ઇન઼્સ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલું આ જંગી રોકાણ અંબાણીના પરિવારની લક્ઝરી ચીજાેનાં બિઝનેસમાં જવાની યોજનાના ભાગરુપે છે.
ખાસ કરીને તેમની ૩૦ વર્ષીય પુત્રી ઇશા જે આ પ્રોજેકટ સાથે નજીકથી સંકળાયેલી છે. ચાર માળનો અને ૧૦ ફુટબોલનાં મેદાનના કદનો આ મોલ આરસપહાણના ફ્લોર અને ગોલ્ડન ગાર્ડરેઇલ સાથેનો હશે એમ દસ્તાવેજાે દર્શાવે છે. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા રિલાયન્સના દસ્તાવેજમાં ફ્લોરપ્લાન દર્શાવે છે કે મોલના અપર ગ્રાઉન્ડ ફ્લોર માટે લગભગ ૩૦ બ્રાન્ડ્સ ફાઇનલ કરવામાં આવી છે, જેમાં એલવીએમએચના લુઇસ વીટન, ટિફની અને ડાયોરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એલવીએમએચના હરીફ કેરિંગની ગૂચી, બાલેન્સિયાગા અને બોટેગા વેનેટા,વર્સાચે, રિચેમોન્ટ્સ કાર્ટિયર અને હર્મેસ જેવી બ્રાન્ડસ હશે. દસ્તાવેજમાં નાણાકીય વિગતો નથી તેથી બ્રાન્ડસમાં ફેરફાર થઇ શકે છે. કોઈપણ બ્રાન્ડે આ અંગે પુછતાં જવાબ આપ્યો નથી. જીયો વર્લ્ડ પ્લાઝા આઉટલેટ્સમાં ઘણી બ્રાન્ડ્સને ભારતમાં તેને વધવાની તક આપશે.
ઉદાહરણ તરીકે, બે દાયકા પહેલા પ્રથમ આઉટલેટ શરુ થયું હોવા છતાં લુઈસ વીટનના ભારતમાં માત્ર ત્રણ સ્ટોર છે, જ્યારે વર્સાચેનો એક જ સ્ટોર છે. દસ્તાવેજ દર્શાવે છે કે મોલમાં લૂઈસ વિટનનું આઉટલેટ ભારતમાં તેનું સૌથી મોટું અને ૭,૩૭૬ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હશે.