ઇ કોમર્સ કંપની બાદ હવે ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે નવી ઓફરની જાહેરાત કરી દીધી છે. તહેવારની સિઝનમાં મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે દિવાળી ઓફરની જાહેરાત કરી છે. નવા પ્લાન હેઠળ ટેલિકોમ ઓપરેટર પોતાના ગ્રાહકને ૧૦૦ ટકા કેશબેકની ઓફર આપી રહી છે. રિલાયન્સ જીઓની નવી ઓફરનો લાભ ૧૮મી ઓક્ટોબરથી લઇને ૩૦મી નવેમ્બર ૨૦૧૮ સુધી લઇ શકાશે.
યુઝર્સને મળનાર કેશબેક કુપનનો ઉપયોગ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી કરી શકાશે. આ ઓફર હેઠળ કંપનીએ એક નવા પ્લાનની શરૂઆત કરી છે જે લોંગ ટર્મ વેલિડિટીની સાથે આવે છે. સર્વિસ પ્રોવાઇડરે ૧૬૯૯ રૂપિયામાં નવા પ્લાનની શરૂઆત કરી છે જે એક વર્ષની વેલિડિટી સાથે આવશે. આ પ્લાન હેઠળ રિલાયન્સ જીઓ યુઝર્સને અનલિમિટેડ લોકલ અને એસડીટી કોલ મિનિટ મળે છે. આ પેકમાં ૧૦૦ એસએમએસ પ્રતિદિસ મળે છે. આ પેકની વેલિડિટી ૩૬૫ દિવસની છે. ૫૪૭.૫ જીબી ડેટા મળે છે.
દરરોજ ડેટા લિમિટ ૧.૫ જીબીની છે. ડેટા અને કોલિંગના લાભની સાથે યુઝર્સને જીઓ ફુડ એપ્સ માટે મફત એક્સેસ મળે છે. દિવાળી ઓફરની બીજી સૌથી ખાસ બાબત કેશબેક સ્કીમ છે. ૧૬૯૯ રૂપિયામાં પ્લાન લેનારને ૧૦૦ ટકા કેશબેક મળશે. ૧૬૯૯ રૂપિયાના પેકમાં રિલાયન્સ જીયો યુઝર્સને ૫૦૦ રૂપિયાના ત્રણ વાઉચર્સ અને ૨૦૦ રૂપિયાના એક વાઉચર આપશે. ગ્રાહક આ કુપનનો ઉપયોગ રિલાયન્સ ડિજિટલ અથવા રિલાયન્સ ડિજિટલ એક્સપ્રેસ મિની સ્ટોર પર કરી શકે છે. આ કુપનનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા ૫૦૦૦ રૂપિયાની ખરીદી કરવી પડશે. જીઓના બીજા પ્લાન પણ ૧૦૦ કેશબેક સાથે છે.