નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દે આજે નવેસરથી આક્ષેપ કર્યા બાદ રિલાયન્સ ડિફેન્સે આ આક્ષેપોને રદિયો આપ્યો હતો. રિલાયન્સ ડિફેન્સે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા ઇમેઇલમાં રહેલા સૂચિત એમઓયુ રાફેલ અંગે નથી. એરબસ હેલિકોપ્ટરના સંદર્ભમાં દેખાય છે. ફાઇટર જેટ કોન્ટ્રાક્ટ સાથે તેને કોઇ લેવા દેવા નથી. રાહુલે અગાઉ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. રિલાયન્સ ડિફેન્સના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, એરબસ અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે ચર્ચાનો ઉલ્લેખ રાહુલ દ્વારા કરવામાં આવ્યો છે. રાહુલે ૨૮મી માર્ચ ૨૦૧૫ના દિવસે ઇમેઇલને મિડિયા સમક્ષ રજૂ કર્યો છે.
રોજિંદી વપરાશની 900થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો
નવી દિલ્હી : નાણાકીય વર્ષના પહેલા દિવસે જ 900થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ...
Read more