નવી દિલ્હી : ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસને સંબોધતા ૨૫મી ઓક્ટોબરના દિવસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જે વાત કરી હતી તેને લઇને હવે ચર્ચા છેડાઈ ગઈ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને તમામ ક્ષેત્રોમાં નવા સ્વરુપમાં લાવવાની યોજના ધરાવે છે. ટેલિકોમથી લઇને રિટેલ સુધી તમામ ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને નવા રંગરુપમાં રજૂ કરવામાં આવનાર છે. મુકેશ અંબામી કહી ચુક્યા છે કે, ૨૦૨૦માં દરેક વ્યક્તિની પાસે ફોરજી ફોન હોય તેવી અમારી ઇચ્છા છે. તેમનું કહેવું છે કે, આ દોર ટેલિકોમ ટેકનોલોજીની નવી પેઢીને છે. નવી દુનિયા, નવા ભારત અને ન્યુ કમર્સના ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ નિવેદન મારફતે મુકેશ અંબાણીએ એકરીતે નવા રિલાયન્સની પણ વાત કરી હતી.
મુકેશ અંબાણીના વર્તમાન વિઝનની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૦ સુધી માર્કેટ મૂડીની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો મુખ્ય કારોબાર ટેકજ હોઈ શકે છે. હાલમાં રિફાઈનરી, પેટ્રોકેમિકલ્સ પ્રોડ્યુશરના રુપમાં કારોબાર કરનાર કંપની રિલાયન્સના સ્વરુપને ખુબ હદ સુધી બદલી શકાય છે. એક સપ્તાહ પહેલા જ ૧૮મી ઓક્ટોબરના દિવસે રિલાયન્સના ત્રિમાસિક જુલાઈ-સપ્ટેમ્બરના પરિણામ આવ્યા હતા જેમાં કંપનીના રેવન્યુમાં છેલ્લા વર્ષની સરખામણીમાં ૫૪.૫ ટકા અને નફામાં ૧૭.૪ ટકાનો વધારો થયો હતો. જા પરિણામ ઉપર ઝીણવટભરી નીચે નજર કરવામાં આવે તો રિટેલ, ડિજિટલ સર્વિસ, મિડિયા બિઝનેસથી ૪૪૬૧૫ કરોડ રૂપિયાની રેવન્યુ આવક થઇ હતી જ્યારે મોટા નફા વાળા પેટ્રોકેમ બિઝનેસથી ૪૩૭૪૫ કરોડ રૂપિયાની રેવન્યુ આવક થઇ હતી.
ઇન્ડીટ્રેડ કેપિટલના ચેરમેન સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે, ચોક્કસરીતે આ એક મોટા ફેરફાર તરીકે છે. લોકો જ્યારે પણ રિલાયન્સ રિફાઈનિંગ અને પેટ્રોકેમના બિઝનેસ નજર રાખે છે ત્યારે કેટલીક બાબતોની ચર્ચા રહે છે. કેટલાક દિવસથી રિલાયન્સના જીઓની પણ ચર્ચા જાવા મળી રહી છે. જા કે હજુ પણ નિષ્ણાતો માને છે કે, મુખ્ય ધ્યાન રિલાયન્સ રિટેલ કારોબાર પર રહ્યો નથી. ત્રિમાસિક પરિણામોની જાહેરાત બાદ કંપનીએ કેબલ અને ઇન્ટરનેટ કંપનીઓ ડેન અને હેથવેના અધિગ્રહણની પમ જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય અનેક કંપનીઓને ખરીદવાની પણ તેની યોજના રહેલી છે. મુકેશ અંબાણી આગામી દશકમાં કંપનીને કન્ઝ્યુમર પ્લે અને ન્યુ ટેકનોલોજી આધારિત કંપની બનાવવા ઇચ્છુક છે.