માનવ મિશનને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ જ પ્રયાસમાં મંગળ યાન મિશનને ઐતિહાસિક સફળતા મળ્યા બાદ ભારતીયો આશાવાદી છે. જા કે આ મિશન ખુબ સાવધાનીપૂર્વક આગળ વધારી દેવાની જરૂર પડશે. આ મિશનમાં તરત જ સહાય મળી શકશે નહી. જ્યારે ઇચ્છીએ ત્યારે સંચાર સંપર્ક થઇ શકશે નહી. ઇમરજન્સીની સ્થિતીમાં પમ જમીની કેન્દ્રો સાથે તેમને તરત કોઇ સુચન અને સલાહ મળી શકશે નહી. જમીનથી તરત માર્ગદર્શન પણ મળી શકશે નહી. જેથી માનવ મિશનમાં ખુ જ વિશ્વનીય ઓટોમેટિક સિસ્ટમની જરૂર પડશે. મિશન માટે એક એવા અવરોહણ ચરણ અથવા તો (વાહન) તૈયાર કરવાની જરૂર રહેશે જે તમામ હાર્ડવેયર પ્રણાલીને લઇને મંગળની સપાટી પર પહોંચી શકે. જેમ કે ચાલક દળની કેબિન અને જેના પર યાત્રા કરીને ચાલ દળના સભ્યો મંગળની સપાટી પર ફરી પ્રવેશ કરશે તે બાબતને ધ્યાનમાં રાખવી પડશે.
આ ચરણમાં અન્ય પે લોડની સાથે ચાર પેટા પ્રણાલી રહેશે. એક મુળભુત માળખુ રહેશે. જેમાં તમામ સાધન રહેશે. એક પેરાશુટ પ્રણાલી રહેશે. જે મંગળની સપાટી પર ઉતરવાની સાથે જ તેની ગતિને ઘટાડી દેવા માટે મદદગાર બનશે. એક અન્ય સિસ્ટમ એ રહેશે જે મંગળની સપાટી પર ઉતરી જતા પહેલા તેની ગતિને અંકુશ કરવા માટે રહેશે. સપાટી પર ઉતરી ગયા બાદ સંચાલન માટે પણ એક સિસ્ટમ રહેશે. પુરતા પ્રમાણમાં વાતાવરણ હોવાના કારણે ત્યાં પેરાશુટ પ્રણાલી પ્રભાવશાળી સાબિત થનાર છે. મિશન પૂર્ણ થવાની સ્થિતીમાં ચાલ દળના સભ્યોને મંગળ આરોહણ વાહન અથવા તો એમએવી)માં બેસીને મંગળ ગ્રહના સ્તરમાં ચક્કર લગાવી રહેલા અર્થ રિટર્ન વાહન સુધી પહોંચવાની જરૂર પડશે.
તેની સાથે પરમાણુ ઉર્જા સંશાધન અને કાચા માળ તરીકે હાઇડ્રોજનના કેટલાક ખાલી ટેન્ક મોકલવામાં આવશે. જેનો ઉપયોગ કરીને એમએવી માટે જરૂરી ઇંધન ત્યાં જ તૈયાર કરવામાં આવનાર છે. જા કોઇ કારણસર ઇમરજન્સી સ્થિતી ઉભી થાય.છે અથવા તો મિશનને એબોર્ટ કરવાની ફરજ પડે છે તો યાત્રીઓને મંગળગ્રહની આસપાસ જ ૫૦૦થી ૬૦૦ દિવસ સુધી રહેવાની ફરજ પડશે. જેથી ધરતી પર પરત આવવા માટે વાહનમાં જરૂરી રીતે આટલા દિવસ માટે લાઇફ સપોર્ટ સિસ્ટમ રાખવાની જરૂર પડશે. આના કારણે મિશનમાં ખર્ચમાં વધારો થશે. આ ખુબ પડકારરૂપ અને મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ રહેશે. મંગળની સપાટી પર રહીને ચાલક દળને આટલા દિવસ સુધી વિકિરણ ખતરો ઉઠાવવો જ પડશે.