ગોલ્ડનું પહેલુ સોંગ રિલીઝ –અક્ષય-મૌનીનો રોમાન્સ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ખૂબ ચર્ચામાં છે. આ જ ફિલ્મથી નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય પણ બોલિવુડમાં પદાર્પણ કરવા જઇ રહી છે. ત્યારે ગોલ્ડનું પહેલુ ગીત ‘નૈનોને બાંધી’ રિલીઝ થઇ ગયુ છે. આ સોંગને ઝી મ્યુઝીક કંપનીએ પોતાની વેરિફાઇડ યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યુ છે.

ગીતમાં અક્ષય કુમાર અને મૌની રોયનો રોમાન્સ જોવા મળે છે. બંનેના મીઠા ઝઘડાથી લઇને ઇન્ટીમેટ સીન સુધી બધા જ સીનને આ ગીતમાં વણી લેવામાં આવ્યા છે. 2 મિનીટ અને 38 સેકન્ડનો આ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. યુ ટ્યુબ ટ્રેડિંગમાં આ સોંગ 9મા નંબર પર છે.

ગીતને અપલોડ કર્યાના 16 કલાકમાં જ 61 લાખથી વધારે લોકોએ યુટ્યુબ પર જોઇ લીધુ હતુ. અક્ષય કુમારે ટ્વીટ પણ કર્યુ હતુ કે, આ ગોલ્ડનું પહેલુ ગીત છે અને અંગત રીતે તેનુ ફેવરિટ ગીત પણ છે. હવે ફિલ્મ રિલીઝ થવાનો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

Share This Article