રામ કપૂરની મિસ્ત્રી સિરીઝની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે?

Rudra
By Rudra 4 Min Read

મુંબઈ: અમુક ગુના ભાંખી શકાય છે. અમુક ગૂંચ પેદા કરે છે. અને અમુક કેસ મિસ્ત્રી માટે છે! બોલકણાપણાથી ભરચક તે જાસૂસ છે જે સામાન્ય કરતાં વિશેષ છે. તો ગુનાખોરી, ધાંધલ અને રમૂજને ત્યારે અત્યંત અણધારી રીતે અથડાય છે જ્યારે રામ કપૂર મિસ્ત્રી તરીકે કેન્દ્રમાં આવે છે. તેની હોશિયાર બેજોડ છે, તેની પદ્ધતિ અનોખી છે અને તેની સાથે કામ કરવાનું? કહો કે તે ગૂંચભર્યું છે. ગુનાખોરીની દુનિયા જ્યાં ગૂંચભરી છે અને ઉત્તરો ક્યારેય આસાન નથી ત્યાં અરમાન મિસ્ત્રી તમારી પડખે હોય એવું તમે વિચારો છો! સિરીઝ 27 જૂન, 2025ના ર જ પ્રસારિત થાય છે, જિયોહોટસ્ટાર પર.

યુનિવર્સલ ઈન્ટરનેશનલ સ્ટુડિયોઝ સાતે સહયોગમાં બાનીજય એશિયા દ્વારા નિર્માણ અને ઋષભ સેઠ દ્વારા દિગ્દર્શિત મિસ્ત્રી બહુ પુરસ્કાર વિજેતા યુએસ સિરીઝ મોંકનું ભારતીય એડપ્ટેશન છે. કલાકારોમાં રામ કપૂર અરમાન મિસ્ત્રીની ભૂમિકામાં અને મોના સિંહ નીડર સેહમત સિદ્દિકીની ભૂમિકામાં છે. શિખા તલસાણિયા અને ક્ષિતિશ દવે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

બાનીજય એશિયા અને એન્ડેમોલ શાઈન ઈન્ડિયાના સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ દીપક ધરે જણાવ્યું હતું કે, “બાનીજય એશિયામાં અમે હંમેશાં એવી વાર્તાઓ કહેવામાં વિશ્વાસ રાખીએ છીએ જે મનોરંજન કરવા સાથે જૂની ઘરેડને પડકારે પણ છે. મિસ્ત્રી તે ધ્યેયનું ઉત્તમ પ્રતિબિંબ છે. તે ગુના, રમૂજ અને મનનું સરળ સંમિશ્રણ છે. તે પાત્ર પ્રેરિત શો પણ છે અને અમે રામ દ્વારા ઉત્તમ અભિનિત મુખ્ય પાત્ર મિસ્ત્રીને ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. અમે જિયોહોટસ્ટાર પર તેની રિલીઝ માટે ઉત્સુક છીએ.’’

એનબીસીયુનિવર્સલ ફોર્મેટ્સના ફોર્મેટ સેલ્સ અને પ્રોડકશનના વીપી લિનફિલ્ડ એનજી ઉમેરે છે, “મોંક તરીકે પ્રતીકાત્મક ફોર્મેટ નવા જીવન પર જોવાનું હંમેશાં રોમાંચક છે અને મિસ્ત્રી સાથે અમે પડદા પર લાવવા મો આવી બહેતર ટીમથી વધુ વિશેષ કશું પૂછી શકીએ એમ નથી. રામ કપૂર અસલ કરિશ્મા અને અરમાન મિસ્ત્રીનું ઊંડાણ લાવે છે અને બાકી ઉત્તમ કલાકારો સાથે મળીને સિરીઝ અમુક ખરેખર વિશેષ બની રહેવાનું વચન આપે છે. બાનીજય એશિયા ખાતે અતુલનીય ભાગીદારો અને અજોડ સ્થાનિક નજરિયા થકી તેની નવેસરથી કલ્પના કરીને અસલનો જોશ મઢી લેવા માટે દિગ્દર્શક ઋષભ સેઠને મોટું શ્રેય જાય છે.’’

દિગ્દર્શક ઋષભ સેઠ ઉમેરે છે, “મિસ્ત્રી અજોડ અને પરિપૂર્ણ અનુભવ રહ્યો. હું જોડાયો ત્યારથી દિગ્દર્શન કરવા માટે ઉત્સુક હતું, કારણ કે આ રસપ્રદ સિરીઝ છે અને પાત્ર વધુ રસપ્રદ છે. રામે અરમાન મિસ્ત્રીના અમારા ધ્યેયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે અને બાકી કલાકારો મોના, શિખા, ક્ષિતિશે એકંદર વાર્તામાં વધુ મૂલ્ય ઉમેર્યું છે.’’

શો પર અરમાન મિસ્ત્રીની ભૂમિકા ભજવવા વિશે રોમાંચ વ્યક્ત કરતાં રામ કપૂર કહે છે, “અરમાન મિસ્ત્રી મેં અગાઉ ભજવ્યાં તેનાથી અલગ પાત્ર છે. શૂટિંગ મિસ્ત્રીનો સંપૂર્ણ અનુભવ રોમાંચક છે, જેણે આ પાત્રમાં મને ઊંડાણમાં લઈ જવામાં અને આ બોલકણાપણું, તેની ઉત્કૃષ્ટતા અને તેની નિર્બળતાઓમાં ઊંડી ડૂબકીઓ લગાવી છે. આ પાત્ર મારા મનની બહુ નજીક છે અને તે જે રીતે નિખરી આવ્યું તેનાથી હું રોમાંચિત છું. હવે દર્શકો અને મારા ચાહકો જિયોહોટસ્ટાર પર મિસ્ત્રી તરીકે મને જુએ તેની ઉત્સુકતા છે.’’

ઉત્કૃષ્ટ વાર્તા, અણધારી હાસ્ય સ્થિતિ અને સસ્પેન્સથી ભરચક મિસ્ત્રી જોતા રહો જિયોહોટસ્ટાર પર, જે ગુનાનો ઉકેલ લાવવાની રીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જાય છે.

Share This Article