રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર કર્યો ડાન્સ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ આઇફા 2018માં ડાન્સ કર્યો હતો. સમગ્ર બોલિવુડ અને રેખાના ફેન્સને પણ આ દિવસનો ઇંતજાર હતો. જ્યારે રેખાએ ડાન્સ કર્યો ત્યારે લોકો ખૂબ ખુશ થઇ ગયા હતા. મહત્વની વાત તો એ છે કે રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર પફોર્મ કર્યુ હતુ.

આઇફા એવોર્ડનું થાઇલેંડના બેંગકોકમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં યંગ એક્ટર અને એક્ટ્રેસીસે પફોર્મ કરીને દરેકના મન મોહી લીધા હતા. જ્યારે રેખા સ્ટેજ પર આવ્યા ત્યારે લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. રેખાએ તેમની જ ફિલ્મ મુક્કદર કા સિકંદરનું ફેમસ ગીત સલામે ઇશ્ક પર પફોર્મ કર્યુ હતુ. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રેખા અને વિનોદ ખન્ના હતા.

રેખા એક પોપ્યુલર અને ટેલેન્ટેડ અભિનેત્રી છે. જેમનુ યોગદાન બોલિવુડમાં ખૂબ મોટુ રહ્યું છે. રેખા અને અમિતાભના અફેરની ચર્ચા તેમના સમયમાં થતી રહેતી હતી. જ્યારે રેખાએ આ ગીતને સ્ટેજ પર પફોર્મ કર્યુ ત્યારે બધા જ લોકો જાણે પાછળના સમયમાં જતાં રહ્યાં હોય તેવુ લાગી રહ્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, આઇફા  2018માં સ્વર્ગસ્થ શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસ, ઇરફાન ખાનને બેસ્ટ એક્ટર અને તુમ્હારી સુલુને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Share This Article