રેખા દો અનજાને ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બની

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ :બોલિવુડમાં રેખા એક એવી અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મ સિનેમાં એક નવી છાપ ઉભી કરીને આગળ વધી હતી. રેખાએ પરંપરાગત રીતે ફિલ્મોમાં રજૂ કરવામાં આવતા રોલથી પીછેહટ કરીને તે બિન્દાસ રોલ કરવા માટે આગળ આવી હતી. ચાહકો વચ્ચે રેખાએ એક નવી છાપ ઉભી કરી હતી. સાવન ભાદો ફિલ્મ સાથે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેમાં રેખાની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. જ્યારે વર્ષ ૧૯૭૬માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ દો અનજાને મારફતે તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મમાં તે પ્રથમ વખત બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે નજરે પડી હતી.

૭૦ના દશકમાં સૌથી લોકપ્રિય જોડી અમિતાભ બચ્ચન અને રેખાની રહી હતી. વર્ષ ૧૯૮૧માં આવેલી ફિલ્મ સિલસિલા રેખાની કેરિયરની સૌથી સારી ફિલ્મો પૈકી એક ફિલ્મ છે. આશરે ૧૭૫ ફિલ્મોમાં રેખાએ ભૂમિકા અદા કરી છે. તે ગયા વર્ષે યમલા પગલા દિવાના ફિર સેમાં ગેસ્ટ રોલમાં નજરે પડી હતી.

પ્રથમ ફિલ્મ સાથે જ તે કેટલાક વિવાદોમાં આવી હતી. હિન્દી ફિલ્મમાં રેખાએ અનજાના ફિલ્મ સાથે ડેબ્યુ કરવામાં સફળતા મેળવી હતી. ફિલ્મમાં અભિનેતા વિશ્વજીત સાથે તેના કિસિંગ સીનની ચર્ચા એ વખતે જાગી હતી. જેને ધ્યાનમાં લઇને સેન્સર બોર્ડે મંજુરી આપી ન હતી. વર્ષો બાદ આ ફિલ્મ દો શિકારી નામનથી રજૂ કરવામાં આવી હતી.

Share This Article