મુંબઈ : ભાનુરેખા ગણેશન મુખ્ય રીતે રેખા તરીકે બોલિવૂડમાં જાણીતી રહી છે. બોલિવૂડની વિતેલા વર્ષોની ગ્લેમર ગર્લ રેખા આજેપણ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે. ૧૦મી ઓક્ટોબર ૧૯૫૪ના દિવસે જન્મેલી રેખા આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. રેખાના જન્મદિવસે ચાહકોએ શુભેચ્છા આપી હતી. રેખા આજની તારીખમાં પણ સક્રિય થયેલી છે. જુદા જુદા એવોર્ડ કાર્યક્રમમાં તે હાજર રહે છે. હાલમાં જ તે ખાસ મંચ પર રણબીર અને કરણની સાથે નજરે પડી હતી.
ભારતીય મીડિયામાં સેક્સ સિમ્બોલ તરીકે રેખા ચમકતી રહી છે. ૧૯૭૦ના દશકા બાદથી રેખા બોલિવૂડમાં છવાઈ ગઈ હતી. તેના જન્મ દિવસે ચાહકોએ રેખાને શુભેચ્છા આપી છે. હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીની એક તરીકે રેખાને ગણવામાં આવે છે. રેખાએ ૧૯૬૬માં તેલુગી ફિલ્મ રંગુલા રત્નામ સાથે કેરિયર શરૂ કરી હતી. ૧૯૭૦માં તે સાવન ભાદો ફિલ્મમાં પ્રથમ વખત અભિનેત્રી તરીકે નજરે પડી હતી. શરૂઆતની ફિલ્મોમાં સફળતા નહીં મળતાં તે ઓછી જાણીતી રહી હતી. પરંતુ ૭૦ બાદ તે છવાઈ ગઈ હતી. અમિતાભ બચ્ચન સાથે તેની જાડીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ૪૦ વર્ષ સુધી બોલિવૂડમાં રહી ચૂકેલી રેખા ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રેખાને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે.
એક સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ તે જીતી ચૂકી છે. રાષ્ટ્રી ફિલ્મ ફેર એવોર્ડ પણ રેખા શ્રેષ્ઠ અભિનેત્રી માટે જીતી ચૂકી છે. ચેન્નાઈમાં જન્મેલી રેખા તમીલ અભિનેતા જૈમીની ગણેશન અને તેલુગી અભિનેત્રી પુષ્પાવલ્લીની પુત્રી છે. એક અભિનેતા તરીકે જૈમીની ગણેશન પણ ખૂબ લોકપ્રિય થયા હતા. રેખા ૧૯૭૬માં અભિતામ સાથે દો અન્જાનેમાં નજરે પડી હતી. ૧૯૭૮માં રેખાએ ઘર ફિલ્મમાં બળાત્કારનો શિકાર થયેલી યુવતીની યાદગાર ભૂમિકા ભજવી હતી. રેખાની આ પ્રથમ મોટી સિદ્ધી હતી.રેખા બોલિવુડમાં આજે પણ ખુબ સક્રિય છે. તે પોતાની કેરિયરમાં તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમાં અમિતાભ અને જીતેન્દ્રનો સમાવેશ થાય છે. જીતેન્દ્ર સાથે પણ તેની અનેક ફિલ્મો છે.