અમદાવાદ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ દ્વારા સંચાલિત કલામહાકુંભ ૨૦૨૫-૨૬નું રજીસ્ટ્રેશન તા. ૨૦/૦૬/૨૦૨૫ થી ૨૦/૦૭/૨૦૨૫ દરમ્યાન કરી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનુ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ – રવિશંકર રાવળ કલા ભવન ખાતેથી મળી રહેશે. ફોર્મની સંપૂર્ણ વિગત ભરી ઉક્ત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં કચેરી સમય દરમ્યાન ફોર્મ જમા કરાવવાનું રહેશે અને ફોર્મની સાથે બેંક પાસબૂકની નકલ તથા આધારકાર્ડની નકલ ફરજીયાત જાેડવાની રહેશે. અધુરી માહિતી વાળા ફોર્મ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવા અને વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.