મુંબઇ : ભારતની અગ્રણી ટ્રેઇનીંગ એજ્યુકેશન સંસ્થા ફિનલર્ન ઍકેડમીએ તેના બીજા વર્ષના પ્રારંભે એનએસઇ એકેડમી લિમીટેડ સાથે મળીને સ્માર્ટ ઇન્ડેક્સ ટ્રેડર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
આ પ્રોગ્રામની ડિઝાઇન એવી વ્યક્તિઓ માટે કરવામાં આવી છે જે લોકો શેરબજારમાં પોતા રોકાણ પર વ્યવહારુ નિયંત્રણ લાવવા ઇચ્છે છે અને ટ્રેડનો ખ્યાલ અને તરકીબો શીખવાની ઇચ્છા ધરાવે છે. પ્રેક્ટિકલ લર્નીંગ પર કેન્દ્રિત ૧૦૦ કલાકનો ટ્રેઇનીંગ પ્રોગ્રામની ડિઝાઇન ૫૦ વર્ષનો માર્કેટનો અનુભવ ધરાવતા લોકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કોર્સમાં ૫૦ ઓનલાઇન સત્રોનો સમાવેશ થાય છે, જેમાં વિદ્યાર્થીઓની સુગમતા અનુસાર ઍક્સેસ થઇ શકે છે. ભાગ લેનારાઓને તાલીમ આપવામાં આવશે તેમજ ચાલુ બજાર હોય ત્યારે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ કોર્સના કન્ટેન્ટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ એમ બન્નેનો સમાવેશ થાય છે અને તેમાં દિશાકીય અને બિન-દિશાકીય એમ બન્ને વ્યૂહરચનાઓનો સમાવેશ થશે. નિયમિત ધોરણે નિફ્ટી ૫૦ અને નિફ્ટી બેન્ક દ્વારા માર્કેટ ટ્રેડિંગ, ટ્રેડિંગમાં નિપુણતાની ખાતરી આપે છે. એક જ ઇન્સ્ટ્રુમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રાઇસ/ચાર્ટ પેટર્ન્સની દ્રઢ સમજણમાં પરિણમે છે.
પ્રોગ્રામના અંતે, ઓનલાઇન પરીક્ષા એનએસઇ ઍકેડમી દ્વારા યોજવામાં આવશે અને સફળ ઉમેદવારોને સંયુક્ત પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ પ્રસંગે બોલતા ફિનલર્ન ઍકેડમીના એજ્યુકેશન વડા શ્રી હિતેષ ચોટલીયાએ જણાવ્યું હતું કે, “ફિનલર્ન ઍકેડમી માટે એ નોંધપાત્ર સિદ્ધિ છે. ઓગસ્ટ ૨૦૧૭માં જે વિચારથી શરૂઆત કરી હતી તે એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં અમારા ૭૦૦થી વધુ ભાગ લેનારાઓથી વધુને અમારા વિવિધ કોર્સીસ દ્વારા આપવામાં આવેલા શિક્ષણથી લાભ થયો છે અને તેમના સંપત્તિ સર્જનમાં અસર અનુભવી છે. અમે માનીએ છીએ કે વ્યાવસાયિક ટ્રેડિંગ એ સતત રિટર્ન છે જેને નિફ્ટી અને નિફ્ટી બેન્કના ફ્યુચર્સ અને ઓપ્શન્સ એમ બન્નેમાં કુશળતા મેળવીને પ્રાપ્ત કરી શકાય છે. ફિનલર્ન દ્વારા સ્માર્ટ ઇન્ડેક્સ ટ્રેડર પ્રોગ્રામ એવું સૌપ્રથમ ટ્રેડિંગ પ્રોગ્રામ છે જે ખાસ કરીને નિફ્ટી ૫૦ અને નિફ્ટી બેન્ક નિર્દેશાંકોને આવરી લે છે. અમારો એનએસઇ ઍકેડમી સાથેનો સહયોગ ટ્રેડિંગના જટીલ ખ્યાલને સહજ રીતે સરળ બનાવે તેવા કોર્સીસ પૂરા પાડવાનો છે. આ કોર્સ જે લોકો પોતાની કારકીર્દી ઇક્વિટી ડોમેનમાં બનાવવા માગે છે અને પોતાના જ્ઞાનાં વધારો કરવા માગે છે તેવા વ્યાવસાયિકોની વધી રહેલી માગ અને આશાઓને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે.