દેશની ત્રણેય સેનાઓમાં રંગરૂટોની ભરતી માટે અગ્નિપથ યોજના હેઠળ પસંદગી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. યુવા આ યોજનામાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ દરમિયાન વાયુ સેના પ્રમુખ વીઆર ચૌધરીએ અગ્નિપથ યોજનાની પ્રશંસા કરતાં અગ્નિવીરો સાથે જોડાયેલા ૈંછહ્લ દ્રષ્ટિકોણને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજના, ભારતીય વાયુ સેનાના દીર્ધકાલિક દ્રષ્ટિકોણને પુરો કરશે. ભારતીય વાયુ સેનાને ‘દુબળા-ઘાતક’ સુરક્ષાબળોની સજ્જ કરવાનું દૂરદર્શી વિઝન હવે પુરૂ થશે. આ ભરતી મોડલથી ભારતીય વાયુ સેનાની ક્ષમતા વધશે. એર ચીફ માર્શલ ચૌધારીએ કહ્યું કે યોજનાના કાર્યાન્વયનના માધ્યમથી પેંશન અને અન્ય વ્યયમાં કોઇ પણ બચત ફક્ત આકસ્મિક છે અને સુધાર શરૂ કરવાના કારણે નથી. તેમને કહ્યું કે અગ્નિપથ યોજના ભારતીય વાયુસેનાના જનશક્તિ અનુકૂલન અભિયાનને આગળ વધારે છે. જેમાં અમે એક દાયકાથી ઘણા માનવ સંસાધન નીતિઓ અને સંગઠનાત્મક સંરચનાઓની સમીક્ષા કરી છે.
નવી યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં લગભસ્ગ ૩,૦૦૦ પદો માટે લગભગ ૭,૫૦,૦૦૦ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૪ જૂને ઘોષિત આ યોજનામાં ફક્ત ચાર વર્ષ માટે ૧૭ થી ૨૧ વર્ષની વય જૂથના યુવાનોની ભરતી કરવાની છે. જેમાં ૨૫ ટકને ૧૫ વર્ષ માટે રાખવાની જોગવાઇ છે. ૨૦૨૨ માટે, ઉપલી વય મર્યાદા વધારીને ૨૩ વર્ષ કરવામાં આવી છે. ભારતના ઘણા ભાગમાં આ યોજના વિરૂધ્ધ હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. આંદોલનકારીઓએ તેને પરત લેવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે નવું મોડલ ૭૫ ટકા રંગરૂટોને નોકરીની ગેરન્ટી આપતું નથી. તેમણે કહ્યું કે વિકસિત થતી ટેક્નોલોજી સાથે એક એર ફાઇટરની બુનિયાદી જરૂરિયાતોમાં ગુણાત્મક ફેરફાર આવ્યા છે. અમને લાગે છે કે આજે યુવા કૌશલ સાથે-સાથે ટેકનોલોજીનો એક ખૂબ જ જરૂરી સેટ લઇને આવે છે. એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું કે સંગઠનાત્મક જરૂરિયાતો અને યુવાનોની આકાંક્ષાઓના તાલમેલ ભારતીય વાયુસેનાને ભવિષ્યમાં એક પ્રભાવી શક્તિ બનાવવા માટે આદર્શ મિશ્રણ પુરૂ પાડે છે. IAF પ્રમુખે કહ્યું કે સેવાઓમાં માનવ સંસાધનમાં પરિવર્તનની જરૂરિયાત પર વ્યાપક રૂપથી વિચાર-વિમર્શ કરવામાં આવ્યું છે અને કારગીલ સમીક્ષા સમિતિની ભલામણોને ધીમે ધીમે સંબોધિત્ક અરવા માટે પગલું ભરવામાં આવ્યું છે.
આ માનવ સંશાધનમાં પરિવર્તન બદલતી ટેક્નોલોજીના પ્રભાવ,અ મશીનોની જટિલતા, સ્વચાલન અને ભારતીય વાયુસેનાની જનશક્તિ સહિત સંસાધનોના અનુકૂલનની જરૂરિયાતોને પુરી કરે છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાને પહેલાં જ આ યોજના માટે જોરદાર પ્રતિક્રિયા મળે છે. તેમણે કહ્યું કે પસંદગીની પ્રતિક્રિયા ચાલુ છે. અમે ચાર વર્ષની અંદર અગ્નિવીરોના અવિરત નામાંકન, ટ્રેનિંગ, ભૂમિકા, રોજગાર, મૂલ્યાંકન અને ટ્રેનિંગ માટે ૧૩ ટીમોની રચના કરી છે. માનવ સંસાધન પરિવર્તન કોઇપણ પ્રકારે અમારી પાસે સંચાલન ક્ષમતાને ઘટાડતી નથી. હકિકતમાં આ સશસ્ત્ર બળોને પ્રતિભાને આકર્ષિત કરવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે ઇચ્છુક યુવાનો સાથે જોડાવવાનો લાભ પુરો પડે છે.