ગાંધીનગર : આર્મી રિકૂટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે . અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તા. ૦૧/૧૦/૨૦૦૪ થી ૦૧/૦૪/૨૦૦૮ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૪/૨૦૨૫ છે.
૧) જરનલ ડ્યૂટી: લઘુતમ ૪૫ % અને દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૧૦ પાસ, ઉચાઈ: ??? સે.મી., છાતી: ૭૭(+૫)
૨) ટેકનિકલ: લઘુતમ ૫૦ % અને દરેક વિષયમાં ૪૦ % માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ % સાથે ધોરણ-૧૦ પાસ અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયમાં ૪૦ % માર્કસ સાથે બે/ત્રણ વર્ષનાં નિયત આઈ.ટી.આઈ. / ડીપ્લોમા કોર્ષ પાસ, ઉંચાઈ: ૧૬૭ સે.મી., છાતી: ૭૬(+૫)
૩) ઓફીસ આસિ./સ્ટોર કીપર: લઘુતમ ૬૦ % તેમજ અંગ્રેજી અને ગણિત/ એકાઉન્ટ/ બુક કિપીંગ સહિત દરેક વિષયમાં ૫૦ % માર્કસ સાથે ધોરણ-૧૨ પાસ, ઉચાઈ: ૧૬૨ સે.મી., છાતી: ૭૭(+૫)
૪) ટ્રેડસમેન: દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૦૮ અથવા ૧૦ પાસ, ઉંચાઈ: ૧૬૮ સે.મી., છાતી: ૭૬(+૫) છે.
વધુ વિગતો માટે ઓફીશ્યલ વેબસાઈટ: joinindianarmy.nic.in ની મુલાકાત લેવી.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.