સ્કોડા ઓટો ઇન્ડિયાએ માર્ચ 2022માં તેના વેચાણમાં સતત વૃદ્ધિ જાળવી રાખતાં 5,608 યુનિટ્સનું જંગી વેચાણ નોંધાવ્યું છે. ભારતમાં તેના બે દાયકાના ઇતિહાસમાં સ્કોડા ઇન્ડિયા દ્વારા આ સૌથી વધુ માસિક વેચાણ વોલ્યું હાંસલ કરાયું છે. માર્ચ 2022માં વાર્ષિક ધોરણે વેચાણ લગભગ પાંચ ગણું વધ્યું છે, જે માર્ચ 2021માં 1,159 યુનિટ હતું. આ પહેલાં સ્કોડા ઓટો ઇન્ડિયાએ જૂન 2012માં 4,923 યુનિટ્સનું સૌથી વધુ વેચાણ કર્યું હતું.
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકવાનું સુનિશ્ચિત કરવા સમગ્ર ટીમના કેન્દ્રિત પ્રયાસોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયાં છે. આ પ્રોજેક્ટ માત્ર નવા પ્લેટફોર્મ અને પ્રોડક્ટ પુરતું સિમિત નથી, પરંતુ અમારી સમગ્ર વ્યવસાયિક પ્રક્રિયાનું કાયાકલ્પ છે – જેમાં માલીકીના અનુભવમાં વધારો, અમારા નેટવર્કની વિશાળ પહોંચ, અમારા ગ્રાહકની વધુ નજીક પહોંચવું તથા સ્કોડાની માલીકીના આનંદસભર અનુભવ માટે વિવિધ મૂલ્ય-વર્ધિત સેવાઓ સામેલ છે. ટૂંકાગાળા માટે બજારના સેન્ટિમેન્ટ્સને અસર કરતાં પડકારો વચ્ચે પણ અમને વિશ્વાસ છે કે વર્ષ 2022 ભારતમાં અમારા માટે સૌથી સારું વર્ષ રહેશે. અમે બ્રાન્ડને નવી ઉંચાઇએ લઇ જવા માટે સજ્જ છીએ કારણકે સ્કોડા ઓટો માટે વૈશ્વિક સ્તરે ભારત મહત્વપૂર્ણ માર્કેટ બની રહ્યું છે.”
આ ઉપરાંત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં સ્કોડા ઓટો ઇન્ડિયાએ બીજા કોઇપણ ત્રિમાસિકની તુલનામાં સૌથી વધુ કાર્સનું વેચાણ કર્યું છે. જાન્યુઆરી અને માર્ચ 2022 દરમિયાન બ્રાન્ડે ગ્રાહકોને 13,120 વાહનો વેચ્યાં છે. વર્ષ 2021માં સમાન સમયગાળામાં સ્કોડા ઓટો ઇન્ડિયાએ 3,016 યુનિટ્સનું વેચાણ કરતાં ચાર ગણાથી વધુ વૃદ્ધિ સાધી છે.
ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટના સફળ અમલીકરણથી જબરદસ્ત બળ મળી રહ્યું છે તથા પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણી ઉપર સકારાત્મક અસર સર્જાઇ છે. ગ્રાહકોના વિશ્વાસને પરિણામે સ્લાવિયાને સફળતા હાંસલ થઇ છે તેમજ આ વર્ષે લોંચ કરાયેલી હાઇ વેલ્યુ કોડિકને પણ સહયોગ મળ્યો છે. ગત વર્ષે લોંચ કરાયેલ કુશકનું પ્રદર્શન પણ સતત સારું પ્રદર્શન નોંધાયું છે તેમજ ઓક્ટેવિયા અને સુપર્બે તેમના સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ તમામ પરિબળોથી માર્ચ 2022માં રેકોર્ડ સેલ્સ નોંધાયું છે.
સ્કોડા ઓટોના વિસ્તરણ તથા વર્ષ 2021 અને વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં તેના ડીલર નેટવર્કમાં વધારાને વેગ આપતાં વૃદ્ધિને બળ મળ્યું છે. સ્કોડા સુપરકેર હેઠળ વોરંટી અને સર્વિસ પેકેજીસ તેમજ પીસ ઓફ માઇન્ડ કેમ્પેઇનથી ખર્ચ ઘટ્યો છે અને માલીકીના અનુભવમાં વધારો થયો છે.