અમદાવાદ : ભારતમાં નં.૧ સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે જાહેરાત કરી કે રિયલમી – સી૨ – “દેશનું રિયલ ચ્વાઇસ” પૂરા દેશમાં ૮૦૦૦ સ્ટોર પર ઓફલાઇન વેચાશે. ઓફલાઇન સ્ટોરો પર વેલ્યુ કિંગ સ્માર્ટફોન ૧૫ જૂન, ૨૦૧૯થી વેચવાનું શરુ થશે. ગ્રાહક પસંદિત સ્ટોરો પર પોતાના ફોન૮થી ૧૪ જૂન, ૨૦૧૯ વચ્ચે પ્રિ-બુક કરી શકે છે.
રિયલમીના પ્રોડક્ટ મેનેજર, નિધિ ભાટિયાએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોને પ્રોડક્ટનો વધારે ટચ આપવા માટે ઓફલાઈન વિસ્તુત કરી રહ્યાં છીએ. અમે અમારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટ્સમાં પાવર અને સ્ટાઈલનું કોમ્બિનેશન આપવાનો પ્રયાસ કરીયે છીએ.
રિયલમી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માધવ શેઠે જણાવ્યું કે, “રિયલમી સી૨ માટે ગ્રાહકોની ઝડપથી વધતી માંગને જોતાં અમે આ ડિવાઇસ પોતાના ઓફલાઇન સ્ટોર પર પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. શરુમાં આ ડિવાઇસ ફ્લિપકાર્ટ.કોમ અને અમારી ઓફિશિયલ વેબસાઇટ પર મળતી હતી અને અમે આ ડિવાઇસ માટે ખૂબ જ જોરદાર પ્રતિક્રિયા રજીસ્ટર કરી. અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરતાં પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માંગે છે.
આ સ્ટાઇલિશ ડિવાઇસ ૨જીબી રેમ +૧૬ જીબી રોમ, ૨જીબી રેમ+૩૨જીબી રોમ અને ૩જીબી રેમ+૩૨જીબી રોમ વેરિઅન્ટમાં ૫૯૯૯ રુ.ના શરુઆતી મૂલ્યથી મળશે.
૨જીબી રેમ + ૩૨જીબી રોમ અને ૩જીબી રેમ + ૩૨ જીબી રોમ ૧૫ જૂન, ૨૦૧૯થી અને ૨ જીબી રેમ+ ૧૬ જીબી રોમ વેરિઅન્ટ જૂલાઇથી ઓફલાઇન સ્ટોર પર મળશે.
રિયલમી સી૨ પૂરા દેશમાં ૮૦૦૦ સ્ટોર પર મળશે, જેમાં ૩૪૯ સ્ટોર ગુજરાતમાં છે. આ ૮૦૦૦ મલ્ટીબ્રાન્ડ સ્ટોરમાંથી ૩૮૦ સ્ટોર ડિવાઇસની મુખ્ય બ્રાન્ડિંગની સાથે રિયલમી સી૨ના કેન્દ્રિત કોન્સેપ્ટ સ્ટોર હશે.
રિયલમીના ભારતમાં ૨૭૪ સર્વિસ સેન્ટર છે. ગુજરાતમાં ૧૬ સર્વિસ સેન્ટર છે. રિયલમી ગ્રાહકોને વધાપે પ્રભાવશાળી સેવાઓ પ્રદાન કરવા માટે ભારતમાં બજારની વધતી પહોંચની સાથે પોતાની સેવા નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહ્યાં છે. આ વર્ષ રિયલમી અમદાવાદમાં પોતાના એક્સક્લુઝિવ સર્વિસ સેન્ટર પણ ચાલૂ કરશે.
વેલ્યુકિંગ રિયલમી સી૨ માં ૬.૧ ઇંચની એચડી+ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન છે, જે વીડિયો જોવા અથવા ગેમ રમવાનો અનુભવ આપે છે. એચડી+સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૩ સ્ક્રીનની મજબૂતી વધારી દે છે. પેન્ટિંગ તથા પર્લ શાઇનિંગ કણોના ૩ લેયરની સાથે ડાયમંડ કટ ડિઝાઇન પ્રકૃતિના પરિવર્તનકારી પ્રભાવ, જેમકે આકાશ, તારા ભરેલ રાત અથવા તરંગયુક્ત પાણીને પ્રદર્શિત કરે છે. આ સ્મજ-ફ્રી છે. રિયલમી સી૨ ડાયમંડ બ્લેક અને ડાયમંડ બ્લૂમાં મળશે.
આ ફોનમાં ૪૦૦૦ એમએએચની બેટરી છે, જે ચાર્જ વગર પૂરો દિવસ ચાલશે. રિયલમી સી૨માં ૨.૦ ગીગાહર્ટ્જ અને ૧૨એનએમ ઓક્ટાકોર હીલિયો પી૨૨ પ્રોસેસર શક્તિશાળી પરફોર્મન્સની સાથે ખૂબ જ લાંબી બેટરી સુનિશ્ચિતતા કરે છે. રિયલમી સી૨ ડ્યુઅલ સિમ ૪જીનો સપોર્ટ કરતાં ટ્રિપલ ઇન્ડિપેન્ડેટ કાર્ડ સ્લોટની સાથે ૨૫૬જીબીના એક્સપેન્ડેબલ સ્ટોરેજ સપોર્ટ કરશે.
વેલ-કસ્ટમાઇઝ્ડ એઆઇ ડ્યુઅલ રિયર કેમેરા ક્રોમા બૂસ્ટની સાથે વધારે પ્રાકૃતિક તથા પ્રભાવશાળી ફોટો માટે ઉપયુક્ત છે. ક્રોમા બૂસ્ટ એચડીઆર રેન્જ તથા કલર્સમાં સુધાર કરી દે છે. રિયલમી સી૨ આ મૂલ્યવર્ગમાં પહેલી વાર ૮૦એફપીએસ / ૪૮૦પી સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. રિયલમી સી૨માં કલર ઓએસ ૬ બેસ્ડ એન્ડ્રોઇડ પાઇ ૯.૦ છે.
રિયલમીએ હાલમાં જ પોતાના વેલ્યૂ કિંગ રિયલમી સી૨ માટે નવી દિલ્લીમાં પોતાના બીજો પોપ-અપ સ્ટોર ખોલ્યો, જ્યાં સેકડોં ફેન્સ લાઇનમાં દેખાયા. રિયલમી પોપ-અપ સ્ટોરે યૂઝર્સને પોતાના ફીચર ફોન છોડીને નવી વેલ્યૂ કિંગ રિયલમી સી૨માં અપગ્રેડ કરાવા માટે પ્રોત્સાહિત કરતાં ખૂશી મનાવવાના અનેક કારણ આપ્યાં. લાઇનમાં રાહ જોઇ રહેલ ૧૦૦ રિયલમી પ્રતિભાગિયોને કામ કરી રહેલ પોતાના જુના ફીચર ફોનને બદલે માત્ર ૨૦૦૦ રૂ.માં નવા રિયલમી સી૨ ખરીદવાની તક મળશે.