અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે મધ્યપ્રદેશના બાબા બાગેશ્વરધામના મહંત અને સનાતન ધર્મના પ્રચારક પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિયાધામમાં મા ઉમિયાને શીશ ઝુકાવ્યું છે. સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બાબા બાગેશ્વરના વિશ્વઉમિયાધામની મુલાકાત અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખશ્રી ડી.એન ગોલ અને દિપકભાઈ પટેલ જણાવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન પણ કર્યું હતું. મા અંબાના દર્શન કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીજી જગત જનની મા ઉમિયાની પુજા અને આરતી કરી હતી.
વિશ્વઉમિયાધામના મા ઉમિયાની પુજા-અર્ચના કરી પધારેલા ભક્તોને બાબા બાગેશ્વરે આશીર્વચન આપ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશ્વઉમિયાધામમાં સંબોધન કરતા કહ્યું કે મા ઉમિયા પાટીદાર સમાજના કુળદેવી માતાજી છે. તમારા પર માતાજીની કૃપા વરસે તેવી મંગલ કામના છે. જગત જનની ભગવતી મા ઉમિયાના ધામમાં આવીને ઘણી દિવ્યતાની અનુભૂતિ થઈ. આખા ગુજરાતનો પટેલ સમાજ સનાતન સંસ્કૃતિનો આવો જ પ્રચાર કરે એવી મંગલકામના છે. અમદાવાદના પૂરા સમાજ પર બાગેશ્વર બાલાજી મહારાજની કૃપા રહે તેવી પ્રાર્થના છે. વધુમાં બાબા બાગેશ્વરે વિઝિટર બુકમાં લખ્યું કે અહીં આવીને ખુબ જ પ્રસન્નતા થઈ છે. દિવ્ય પટેલ સમાજને જગત જનની મા ઉમિયા માતાજીનો દરબાર આખા દેશને ઉન્નતિ આપે. હું ફરી એકવખત વિશ્વઉમિયાધામ પધારી કથા કરીશ..
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more