સ્માર્ટ સિટી અમદાવાદમાં ઐતિહાસિક ગાંધી આશ્રમ રી-ડેવલોપમેન્ટની કામગીરી શરૂ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આગામી ૧૫ ડિસેમ્બરથી વાડજ થી ગાંધી આશ્રમ થઈ અને સુભાષ બ્રિજ જતો આશરે ૭૫૦ મીટરનો રસ્તો બંધ કરાશે
અમદાવાદ : આમદવાદમાં ગાંધી આશ્રમ રી ડેવલોપમેન્ટ કામગીરી માટે ૧.૫ કિમી નવા રોડનું કામકાજ પુર જાેશમાં ચાલી રહ્યું છે. આ ડેવલોપમેન્ટ માટે રાણીપ બસ સ્ટેન્ડની સામેની બાજુ અને આરટીઓની બાજુમાં રસ્તો બનાવવાની ગટર લાઈન માટેની કામગીરી શરૂ કરાઇ છે. સંભવત આગામી ૧૫ ડિસેમ્બર કે ત્યારબાદ બાદ વાડજ થી ગાંધી આશ્રમ થઈ અને સુભાષ બ્રિજ જતો આશરે ૭૫૦ મીટરનો રસ્તો બંધ કરવામાં આવશે. આ રસ્તો બંધ કરવા માટે તેનો વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રસ્તો ચંદ્ર ભગા પુલ બાદ શરૂ થશે અને રાણીપ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પૂરો થશે. આ વૈકલ્પિક રૂટની કામગીરી ખૂબ ઝડપભેર થઈ રહી છે. આમાં શહેરના વાડજ વિસ્તારના ઝુપડપટ્ટી વિસ્તારને અને ગાંધી આશ્રમના રી ડેવલોપમેન્ટની કામગીરી શરૂ થતા આ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. લોકોને અવાર- જવર કરવામાં તકલીફ ન પડે તે માટે આશરે ૧૮ મીટર પહોળા આ રસ્તાનું ઘણું ખરું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી શરૂ થઈ છે અને બાજુમાં ગટર લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે. આ રસ્તામાં ફૂટપાટનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે રસ્તા વચ્ચે ડિવાઇડરનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. સાથે સાથે ડિવાઇડરની વચ્ચે ફુલછોડ પણ વાવવામાં આવ્યા છે. આ રસ્તાની ખાસિયત એ છે કે રાણીપ એસટી સ્ટેન્ડ પાસે આ રસ્તો ખુલતા પ્રજાજનોને રાણીપ એસટી સ્ટેન્ડ રાણી બીઆરટીએસ બસ સ્ટેશન અને રાણીપ મેટ્રો સ્ટેશન એકસાથે લાભ મળશે. ગાંધી આશ્રમનું રી ડેવલોપમેન્ટ આશરે ૧૨૦૦ કરોડ રૂપિયામાં કરાશે. જેના માટે આ રસ્તો બંધ કરવામાં આવશે અને તેનો વૈકલ્પિક રૂટ ચાલુ રાખવામાં આવશે.

Page 36
Share This Article