ચંદીગઢ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો દેખાવ આ વખતે અન્ય ટીમો કરતા નબળો દેખાઈ રહ્યો છે. આ ટીમમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં અનેક સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમ નિરાશાજનક દેખાવ કરી રહી છે. વ્યક્તિગત ખેલાડીઓનો દેખાવ શાનદાર રહ્યો છે પરંતુ શાનદાર ઓલરાઉન્ડરો ટીમમાં નહીં હોવાથી ટીમને પછડાટ મળી રહી છે. કોઇપણ સફળ ટીમ માટે ઓલરાઉન્ડરની હાજરી જરૂરી રહે છે. આરસીબી છેલ્લા ઘણા સમયથી ઓલરાઉન્ડરોને લઇને પરેશાન થયેલી છે. વિરાટ કોહલી અને ડિવિલિયર્સ સિવાય અન્ય કોઇપણ ખેલાડીઓ બેંગ્લોર તરફથી ધરખમ દેખાવ કરી શક્યા નથી.
અપેક્ષા મુજબ દેખાવ નહીં હોવાના લીધે ટીમની હાર ઇ રહી છે. હરિફ ટીમો પણ માને છે કે, આ બે ખેલાડીઓને અંકુશમાં લઇ લીધા બાદ આરસીબીને સરળતાથી હરાવી શકાય છે. ઓલરાઉન્ડરના અભાવના લીધે આરસીબી મુશ્કેલીમાં છે. મોઇન અલી ટીમમાં હોવા છતાં તે હજુ સુધી એક પ્રમાણિક ઓલરાઉન્ડર તરીકે ઉભરી શક્યો નથી. આરસીબીના લોકોનું કહેવું છે કે, ટીમમાં દેખાવને સુધારવા માટે ઓલરાઉન્ડરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ધરખમ દેખાવ કરી રહી છે.
ચેમ્પિયનશીપના ઇતિહાસમાં આ ટીમ હમેશા જોરદાર દેખાવ કરી શકી છે. આ ટીમમાં કેટલાક સારા ઓલરાઉન્ડરો રહેલા છે. કેપ્ટન એમએસ ધોની ઉપરાંત આ ટીમમાં સારા કુશળ ખેલાડીઓની હાજરી છે જેમાં શેન વોટસન અને બ્રાવોનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ પાસે પણ ઓલરાઉન્ડરો દેખાઈ રહ્યા નથી. આજ કારણસર તેની પણ હાર થઇ રહી છે. હજુ સુધી રમાયેલી મેચો પૈકી રાજસ્થાનની બે મેચોમાં હાર થઇ છે.