નવી દિલ્હી : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ નહીં આપે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઉર્જિત પટેલે ૧૯મી નવેમ્બરના દિવસે અતિમહત્વપૂર્ણ બોર્ડ બેઠક બોલાવી છે જેમાં પેન્ડિંગ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ખેંચતાણ આ પેન્ડિંગ મુદ્દાઓના કારણે ઉભી થઇ છે. ગયા સપ્તાહમાં યોજાયેલી બેઠકમાં ખેંચતાણ સપાટી ઉપર આવી હતી. બીજી બાજુ નાણામંત્રાલયનું કહેવું છે કે તે રિઝર્વ બેંકની સ્વાયતત્તાને લઇને સન્માન કરે છે. એક નિવેદનમાં નાણામંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈ એક્ટની રુપરેખાની અંદર રિઝર્વ બેંકની સ્વાયત્તતા ખુબ જરૂરી છે. ભારત સરકાર પણ આ બાબતને માને છે અને રિઝર્વ બેંકનું પૂર્ણ સન્માન કરે છે.
સરકાર એવા અહેવાલને રદિયો આપતી નથી કે, જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે આરબીઆઈ એક્ટ ૧૯૩૪ની કલમ ૭નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને લિÂક્વડીટી ઉપલબ્ધ કરાવવાની બાબતનો સમાવેશ થાય છે. જાગવાઈ મુજબ કેન્દ્ર સરકાર આરબીઆઈને જરૂરી આદેશ જારી કરી શકે છે. લોકોના હિતમાં આ નિર્ણય લઇ શકે છે. મંત્રાલયનું કહેવું છે કે, સરકાર અને આરબીઆઈ બંને લોકોના હિતમાં કામ કરે છે અને ભારતીય અર્થતંત્રની તે જરૂરિયાત પણ રહેલી છે. સરકાર અને આરબીઆઈ હાલમાં શ્રેણીબદ્ધ મુદ્દા પર મતભેદો હોવાની વિગત સપાટી ઉપર આવ્યા બાદ જુદી જુદી પ્રતિક્રિયા આપી ચુક્યા છે જેમાં જાહેર ક્ષેત્રની બેંકો માટે મૂડી ધારાધોરણને હળવા કરવા સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણના લીધે લોકોનું ધ્યાન ખેંચાયું છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંકની સ્વાયત્તતા ખુબ જરૂરી બનેલી છે. રિઝર્વ બેંકને વધુ સ્વતંત્રતા આપવા માટેની રજૂઆત તેમણે કહ્યું હતું અને કહ્યું હતું કે, સરકાર રિઝર્વ બેંકની સ્વતંત્રતાનું સન્માન કરતી નથી. આજ કારણસર ઘણા મુદ્દા સપાટી ઉપર આવ્યા છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, રિઝર્વ બેંક પાસે જાહેર ક્ષેત્રની બેંકોની દેખરેખ માટે વધારે સત્તા હોવી જાઇએ. સાથે સાથે બેંકો પોતાની બેલેન્સશીટને વધુ મજબૂત રાખી શકે તેના પર નજર રાખવાની જાગવાઈ હોવી જાઇએ. રિઝર્વ બેંક પાસે વધુ સત્તાને લઇને વાત કરવામાં આવ્યા બાદ ખેંચતાણનો દોર શરૂ થયો હતો.