મુંબઈ : આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હાલમાં ચાલી રહી છે. વ્યાજદર, સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે બુધવારના દિવસે અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આ બેઠક પર તમામ અર્થશાસ્ત્રીઓ અને બેંકરો દ્વારા નજર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. બેઠકમાં આરબીઆઇનુ વલણ સુ રહેશે, કેશ રિઝર્વ રેશિયો ઘટાડી દેવામાં આવશે કે કેમ અને વ્યાજદર ઘટાડી દેવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવનાર છે. જા કે મોટા ભાગના અર્થશાસ્ત્રી માને છે કે રેટ હાલમાં યથાવત રાખવામા આવનાર છે. મિટિગ હાલમાં ચાલી રહી છે.
આ બેઠકના પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેના ઉપર તમાની નજર કેન્દ્રિત થઈ ગઈ છે.
રિઝર્વ બેંક પાંચમી ડિસેમ્બરના દિવસે તેની આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ફુગાવામાં સ્થિતિ બળવી બની રહી હોવા છતાં રિઝર્વ બેંક કોઇ ફેરફાર કરે તેવી શક્યતા દેખાઈ રહી નથી. જૂન બાદથી સતત બે વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ આરબીઆઈએ ઓક્ટોબર મહિનામાં તેની અગાઉની પોલિસી સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. બજાર સાથે જાડાયેલા તમામકારોબારીઓને ચોંકાવી દીધા હતા. કારણ કે, કારોબારીઓ અને નિષ્ણાતો ઘટતા જતા રૂપિયાની સ્થિતિને કાબૂમાં લેવા આરબીઆઈ વ્યાજદર વધારશે તેમ માની રહ્યા હતા પરંતુ આરબીઆઈએ વ્યાજદરમાં કોઇ વધારો કર્યો ન હતો. રેપોરેટ હાલમાં ૬.૫૦ ટકાના દરે છે. વર્તમાન નાણાંકીય વર્ષની પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા તરીકે આ બેઠક છે. આ બેઠકમાં થનાર નિર્ણયની જાહેરાત પાંચમી ડિસેમ્બર બપોરે કરાશે.