નવી દિલ્હી : આરબીઆઈના ગવર્નર અને નાણામંત્રી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મહત્વનું નિવેદન કર્યું છે. મનમોહનસિંહે પોતાની પુત્ર દમનસિંહના પુસ્તક સ્ટ્રિક્ટલી પર્સનલ : મનમોહન ગુરુશરણમાં કહ્યું છે કે, નાણામંત્રીનો દરજ્જા હંમેશા રિઝર્વ બેંકના ગવર્નર કરતા ઉંચો હોય છે. આરબીઆઈના ગવર્નર રહી ચુકેલા મનમોહનસિંહે અહીં સુધી કહ્યું છે કે, આરબીઆઈ ગવર્નર સરકારની સામે એજ વખતે મેદાનમાં આવી શકે છે જ્યારે તે નોકરી છોડવા માટે તૈયાર થઇ જાય છે. આ પુસ્તક પ્રથમ વખત ૨૦૧૪માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આરબીઆઈમાં પોતાના દિવસોને યાદ કરતા સિંહે કહ્યું છે કે, આ હંમેશા ગીવ એન્ડ ટેકવાળો સંબંધ રહે છે. તેમને કોઇપણ નિર્ણય લેતા પહેલા સરકારને વિશ્વાસમાં લેવાની જરૂર હોય છે. રિઝર્વ બેંકના ગવર્નર નાણામંત્રીથી ઉપર હોઈ શકે નહીં.
નાણામંત્રીના આદેશને રિઝર્વ બેંકના ગવર્નર ટાળી શકે નહીં. જા ગવર્નર નોકરી છોડવા માટે ઇચ્છુક હોય તો તેવો આવું કરી શકે છે. પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાને ૧૯૮૩માં ઇન્દિરા ગાંધીની સરકારમાં રિઝર્વ બેંકના ગવર્નરના પદ ઉપર રહીને અનેક મુશ્કેલ સ્થિતિનો સામનો કર્યો હતો. આ તમામ બાબતોનો ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આમા એવો ઉલ્લેખ પણ કરાયો છે કે રિઝર્વ બેંકની સ્વાયતત્તા બેંકોને લાયસન્સ આપવાના સંબંધમાં પ્રભાવિત થનારની આશંકા વચ્ચે હોય છે. રિઝર્વ બેંકની સ્વાયતત્તા બેંકોને લાયસન્સ આપવાના સંબંધમાં પ્રભાવિત થવાની આશંકાથી સિંહે એક વખતે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવા વિચારણા કરી હતી. મનમોહનસિંહના ગાળામાં આરબીઆઈ ગવર્નર તરીકે હતા ત્યારે ઇન્દિરા ગાંધી સરકાર સાથે થયેલી ખેંચતાણનો ઉલ્લેખ પણ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, એવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે સરકાર સાથે ખેંચતાણ ઉભી થઇ હતી. આરબીઆઈનું વલણ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ સરકાર ક્યારે પણ આરબીઆઈ ગવર્નરના વલણને ફગાવી શકે છે. આ એક સરકારી યોજના હતી. આખરે સરકારે આરબીઆઇને આદેશ આપ્યા હતા અને ખેંચતાણનો અંત આવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર એનઆરઆઈ માટે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ અરજી કરવાની તારીખ ઉપર આરબીઆઈને પોતાના કામ કરવાની છુટછાટ આપી શકે છે. મનમોહનસિંહે કહ્યું હતું કે, આરબીઆઈ એ વખતે કંઇપણ કરી શકે નહીં જ્યારે તેને રાજકીય મામલાઓની પ્રધાનમંડળની મંજુરી મળતી નથી. પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, મનમોહનસિંહને ભારતમાં કેટલીક શાખાઓ ખોલવા માટે બેંક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઇન્ટરનેશનલની રજૂઆત ઉપર વાંધો હતો. ચરણસિંહ વડાપ્રધાન બન્યા ત્યારે બેંકને આની મંજુરી મળી ગઈ હતી પરંતુ ૧૯૮૩માં કોંગ્રેસ સરકાર તરફથી છેલ્લી મંજુરી મળી હતી.