ભારતીય રિઝર્વ બેંકે જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્યોને ચેતવણી આપી
જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ લેશે. તેનાથી કામ પર અસર પડશે. રાજ્ય સરકાર આ અંગે આજે વિધાનસભામાં જાહેરાત કરી શકે છે. આ દરમિયાન, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગંભીર ચેતવણી આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે, જાે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો વિકાસ કાર્યો માટે પૈસા બચશે નહીં.. RBIએ કહ્યું, ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો જૂની પેન્શન યોજનાઓ ફરીથી શરૂ કરવાનું વચન આપે છે. કેટલાક રાજ્યોએ આ પેન્શન યોજના લાગુ કરી છે. પરંતુ આરબીઆઈએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈએ રાજ્યોને ચેતવણી આપી છે. જાે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો ખર્ચ અનેકગણો વધી જશે. આરબીઆઈએ કહ્યું છે કે આનાથી વિકાસ કાર્યો માટે પૂરતા પૈસા નહીં મળે. RBIએ અ પણ કહ્યું, જાે જૂની પેન્શન યોજના લાગુ થશે તો રાજ્યો પરનો બોજ ૪.૫ ગણો વધી જશે. તેનાથી દેશના વિકાસ દરને અસર થશે. જેના કારણે સરકાર પાસે વિકાસના કામો કરવા માટે પૈસા બચશે નહીં. આરબીઆઈએ “૨૦૨૩-૨૪નો બજેટ અભ્યાસ” રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં આ ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટમાં કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે.. ઇમ્ૈંએ એમ પણ કહ્યું, તમામ રાજ્યોએ આવક વધારવાનો પ્રયાસ કરવો જાેઈએ. ગેરકાયદે ખનન રોકવા અને કરચોરી રોકવાની સાથે ટેક્સ વસૂલાત વધારવા પર ભાર મૂકવો જાેઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજ્યોને એક્સાઈઝ ડ્યૂટી, પ્રોપર્ટી ટેક્સ, સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ડ્યૂટી, વાહન ટેક્સ પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. જેના કારણે રાજ્ય સરકાર બેવડી મૂંઝવણમાં ફસાઈ છે, એક તરફ સરકારી કર્મચારીઓની માગ છે તો બીજી તરફ RBI તરફથી ચેતવણી પણ છે. સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે, પરંતુ ૨૦૦૫માં શરૂ થયેલી પેન્શન યોજનામાં સુધારો કરશે.
નવસારીમાં હડકાયાનો આતંક, 4 દિવસમાં 70 લોકોને કર્યા લોહી લુહાણ
નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ-પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ...
Read more