એક પછી એક વિવિધ બેન્કોના કૌંભાડો બહાર પડતા આરબીઆઇએ અનેક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. હવે કોર્પોરેટ સેકટર, ખાસ કરીને નાના અને મધ્યમ બિઝનેસમેન માટે લોન લેવાનું સરળ નહીં હોય. બધા નિયમો પૂરા થયા બાદ જ લોન આપવામાં આવશે. કારણ કે આરબીઆઇ પીસીએ પ્રણાલી પર કામ કરી રહ્યું છે જે હેઠળ નિયમો અનુસાર જ બેન્ક લોન આપી શકશે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ-ચાર બેન્ક એવી છે, જેનું લોન આપવામાં પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. જેથી આ ૩-૪ બેન્કોને પીસીએ ફ્રેમવર્ક હેઠળ લાવવાની સંભાવના છે. એક અધિકારીએ જણાવ્યું કે જો આમ થશે તો આવનારા સમયમાં બેન્કોમાં છેતરપિંડીના કેસો ઘટી જશે. એક વરિ બેન્ક અધિકારીનું કહેવું છે કે પીસીએ પ્રણાલી બેન્કોની લોનને સીમિત કરી દે છે જેથી નિશ્ચિત રીતે કંપનીઓ પર વિશેષ રીતે એમએસએમઇને ઉપલબ્ધ કરાવવા માટે થઇને ક્રેડિટ દબાણ પડશે. મોટી કંપનીઓના કોર્પોરેટ બોન્ડની પહોંચ બજાર સુધી છે જેના કારણે તરત પ્રભાવ નહીં પડી શકે.
પ્રાપ્ત જાણકારી અનુસાર હાલ ૨૧ સરકારી બેન્કેમાંથી ૧૧ બેન્ક પીસીએ હેઠળ છે. પીસીએ હેઠળ બેન્ક લઘુત્તમ મૂડી, નોન પર્ફોમગ એસેટ્સ અને રિટર્ન એસેટ્સ પર લોન લઇને નિયમોનું ઉલ્લંઘન કરે છે. આરબીઆઇ આ દિશા નિર્દેશોને લાગુ કરવા માટે સુનિશ્ચિત કરે છે..