RBI  પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ’ના ગવર્નર બનવાની શક્યતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના રિઝ્યુમમાં એક મોટી ઉપલબ્ધી જોડાઈ શકે છે. તે બ્રિટનની સેંટ્રલ બેંક – બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રમુખ બની શકે છે. આવું બન્યા બાદ બીઓઈના વર્તમાન ગવર્નર માર્ક કાનીની જગ્યા લઈ શકે છે.

ફાયનાન્સિયલ ટાઈમમાં છપાયેલ એક રિપોર્ટમાં બ્રિટનના નાણામંત્રી ફિલિપ હેમંડના હવાલે કહેવામાં આવ્યું છે કે, કાર્નીના ઉત્તરાધિકારીની તપાસ ચાલુ છે, અને સંભવીત ઉમેદવારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ લિસ્ટમાં રાજનનું નામ પ્રમુખતાથી લેવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, આ ટોપ કક્ષાની જોબ માટે તૈયાર લીસ્ટમાં 6 લોકો છે, જેમાં રઘુરામ રાજન પણ શામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ સાથે જ સેંટ્રલ બેંકના પ્રમુખના રૂપમાં રાજનનો રેકોર્ડ અને અનુભવ છે. આરબીઆઈના ગવર્નરના રૂપમાં તેમના નામે ઘણી ઉપલબ્ધીઓ છે.

જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજને બેંક ઓફ ઈંગ્લેન્ડની આ ટોપ કક્ષાની જોબ માટે પોતાની તરફથી કોઈ સંકેત નથી આપ્યા. જો આ જોબ રાજનને આપવામાં આવે તો, તે તેને સ્વીકારશે કે નહીં તે હજી સુધી નક્કી થઈ શકયું નથી.

Share This Article