મુંબઈ: રિઝર્વ બેન્કે આજે કહ્યું હતું કે સેબીની સાથે તેની પણ ફાઈનાÂન્સયલ માર્કેટમાં જારી ઉથલ પાથલ પર ચાંપતી નજર રહેલી છે. તે જા જરૂર પડશે તો જરૂરી પગલાં લેશે. શેરબજારમાં શુક્રવાર બાદથી ભારે અફરાતફરી જાવા મળી રહી છે. શુક્રવારના દિવસે બીએસઈ સેન્સેક્સ મજબૂતી સાથે ખુલ્યા બાદ એકાએક ૧૪૦૦ પોઈન્ટ સુધીનો જારદાર કડાકો બોલી ગયો હતો અને એક વખતે સેન્સેક્સ ૩૫૯૯૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જાકે મિનિટોના ગાળામાં જ ખૂબ જ ઝડપથી રિકવરી પણ થઈ હતી. સેન્સેક્સ શુક્રવારના દિવસે ૨૮૦ પોઈન્ટ ઘટીને ૩૬૮૪૧ની સપાટીએ બંધ રહ્યો હતો.
સતત ચાર દિવસમાં શેરબજારમાં મંદી રહી હતી અને હવે ચાર દિવસના ગાળામાં જ રોકણકારોએ ૫.૬ કરોડ રૂપિયા ગુમાવી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વિદેશી મૂડી રોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. આ મહિનામાં હજુ સુધી મૂડીરોકાણકારોએ ૧૫૩૬૫ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી બજારમાંથી રોકાણકારોએ ૧૫૩૬૫ કોરડ રૂપિયા અથવા તો ૨.૧ અબજ ડોલરની રકમ પાછી ખેંચી લીધી છે. ઓગસ્ટ અને જુલાઈ મહિના દરમિયાન જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.
શેરબજારમાં શુક્રવારે બ્લેક ફ્રાઇડેની સ્થિતિ રહી હતી. બ્લેક ફ્રાઇડેની આશંકા વચ્ચે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા હતા. જા કે, સારી બાબત એ રહી હતી કે, બજારમાં જેટલી ઝડપથી ઘટાડો થયો હતો તેટલી જ ઝડપ તેજી પણ નોંધાઈ હતી અને રિકવરી થઇ ગઇ હતી પરંતુ થોડાક ક્ષણ માટે બજારમાં અફડાતફડી રહી હતી. એક વખતે સેંસેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. દિવસ દરમિયાન સેંસેક્સમાં ૧૫૦૦ પોઇન્ટની અફડાતફડી રહી હતી.