નવી દિલ્હી : આર્થિક બાબતોના પૂર્વ સેક્રેટરી શક્તિકાંત દાસની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવ્યા બાદ અર્થશાસ્ત્રીઓમાં જારદાર ચર્ચા ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ આરબીઆઈ બોર્ડદ્વારા ૧૪મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે. આરબીઆઈના નવાગવર્નર સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે, ૧૪મી નવેમ્બરના દિવસે જે બેઠક યોજાનાર હતી તે બેઠક નિર્ધાિરત કાર્યક્રમ મુજબ જ યોજાશે. આ બેઠક માટેની પ્રાથમિકતા નક્કી કરી લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય કોઇપણ મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવશે નહીં.
પ્રાથમિકતામાં જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દા ઉપર જ વાતચીત કરવામાં આવશે. મુંબઈમાં મિડિયાને સંબોધતા શક્તિકાંતે કહ્યું હતું કે, યોજના મુજબ જ તમામ નિર્ણયો લેવામાં આવશે. અંત્રે નોંધનીય છે કે, આરસબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની ગઇકાલે શેરબજારના કારોબાર બાદ નિમણૂંક કરવામાં આવી હતી. શક્તિકાંત દાસ હાલમાં ફાઈનાન્સ કમિશનના સભ્ય તરીકે હતા. છેલ્લા ઘણા વર્ષથી તેઓ જુદા જુદા હોદ્દા ઉપર કામ કરી ચુક્યા છે.
છેલ્લે નાણામંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી તરીકે હતા. નોટબંધી વેળા તેમની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી હતી.આરબીઆઈ સાથે ખુબ નજીકના અંતરથી કામ કરવાનો તેમને અનુભવ રહેલો છે. બેંકોની મૂડીજરૂરિયાતો અને લિક્વિડીટી કટોકટીને લઇને મતભેદો રહી ચુક્યા છે. આરબીઆઈ માટે સુધારા એજન્ડા પર તેમને આગળ વધવાનું રહેશે. સાથે સાથે સરકાર અને આરબીઆઇ વચ્ચે જે મતભેદો ઉભા થયા છે તે મતભેદોને પણ દૂર કરવાની પણ તેમની જવાબદારી રહેશે. ૬૩ વર્ષીય શક્તિકાંત તમિળનાડુના પીઠ ઓફિસર તરીકે રહી ચુક્યા છે.