મુંબઈ : બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આગામી ત્રણ વર્ષ માટે ૧૨ લક્ષ્યાંક માટેની યાદી તૈયાર કરી લીધી છે જેમાં ડિજિટલ પેમેન્ટને ચાર ગણા સુધી વધારવા, પેપર આધારિત ટ્રાન્ઝિક્શનમાં ઘટાડો કરવા, પેમેન્ટ પ્રાઇઝિંગને વધુ વ્યવસ્થિત કરવા, ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ માટે વધુ સારી વ્યવસ્થા કરવા અને નવા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ (પીએસઓ)ની સર્વિસ શરૂ કરવા જેવી બાબતનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કરવામાં આવેલા સમય સુધી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પેમેન્ટ સિસ્ટમ રિઝન ૨૦૨૨ ડોક્યુમેન્ટમાં તમામ સંબંધિતો અને ગવ‹નગ બોડી તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અંગેની વ્યાપક કાર્ય યોજના અંગેની માહિતી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, સોસાયટીને લેસ કેશ બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી પેમેન્ટ સિસ્ટમથી દૂર રહી ચુકેલા વર્ગને ફાયદો અપાવવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.
સુરક્ષિત, સલામત, પોષાય તેવી પેમેન્ટ સિસ્ટમની ઉપલબ્ધતા તમામને મળે તે દિશામાં પહેલ થઇ રહી છે. આરબીઆઈએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, વર્તમાન પેમેન્ટ સિસ્ટમમાં સુધારા લાવવા માટે સ્પર્ધા, ખર્ચ, સુવિધા અને વિશ્વાસ સહિત ચાર ક્ષેત્રોમાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કાર્ડ મારફતે કરવામાં આવતા ટ્રાન્ઝિન્કમાં આગામી ત્રણથી છ વર્ષમાં અનેક ગણો વધારો થઇ શકે છે. આનાથી ભારત કેશ લાઇટ દેશોની ગણતરીમાં સામેલ થશે. બેંકિંગ રેગ્યુલેટર એમ પણ માને છે કે, વિઝન પિરિયડમાં કેશ ઓન ડિલિવરી મેથડથી થનાર પેમેન્ટમાં ઘટાડો થશે જે હાલમાં કસ્ટમર માટે ચુકવણીના સૌથી સારા માધ્યમ તરીકે છે. રિઝર્વ બેંકે આરટીજીએસના ટ્રાન્ઝિક્શન લિમિટ અને ડ્યુરેશન વિન્ડો વધારવા ઉપર વિચારણા કરી છે.