રવીન્દ્ર જાડેજાએ છેલ્લીવાર ઑગસ્ટ ૨૦૨૨માં એશિયા કપ વખતે ભારત માટે ક્રિકેટ મેચ રમી હતી. એશિયા કપમાં જ તેઓને ઘૂંટણની ઈજા થઈ હતી. સર્જરી માટે તેમનું ટ્રિટમેન્ટ થયું અને તેના કારણે તેમને ૫ મહિના સુદી ક્રિકેટથી દૂર રહ્યા હતા.રવીન્દ્ર જાડેજાએ બેંગ્લુરુ સ્થિત NCAમાં બુધવારે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી BCCIએ તેમને ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કેમ્પ જોઇન કરવાની પરમિશન આપી દીધી છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)મા ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ત્યારે હવે તેઓ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ જશે.
નાગપુરમાં ૬ ફેબ્રુઆરી સુધી ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ લાગ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે સ્ક્વોડમાં સામેલ બધા જ ખેલાડીઓ સામેલ થયા છે. જાડેજા પણ આ સ્ક્વોડના ભાગ છે. ઈજાના કારણે જાડેજાએ ઓસ્ટ્રેલિયામાંT૨૦ વર્લ્ડ કપ પણ મિસ કર્યો હતો. સાથે જ બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સામે સિરીઝના ભાગ પણ નહોતા. સપ્ટેમ્બર ૨૦૨૨થી ક્રિકેટથી દૂર ચાલી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ પણ હવે બોલિંગ શરૂ કરી દીધી છે. તેઓ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે NCAમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે નેટ પ્રેક્ટિસમાં બોલિંગ શરૂ કરી દીધી છે. જો તેઓએ ફિટનેસ મેળવી લીધી હશે, તો ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ૨ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે. તો ૧ ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાના મિડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચ ગુમાવશે તેવી જાહેરાત થઈ છે. જોકે દિલ્હીમાં રમાનારી બીજી ટેસ્ટથી તેઓ ટીમ સાથે જોડાઈ જશે. ઈજા પછી પૂરી રીતે રિકવર થવામાં રવીન્દ્ર જાડેજાએ ૨૪ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર માટે રણજી મેચ રમી હતી.
આ મેચમાં તેઓએ તમિલનાડુ સામે ૪૧.૧ ઓવર બોલિંગ કરી હતી. પહેલી ઇનિંગમાં તેમને એક જ વિકેટ મળી હતી. પરંતુ બીજી ઇનિંગમાં તેઓએ ૭ વિકેટ ઝડપી હતી. તેઓએ બેટિંગ કરતાં પહેલી ઇનિંગમાં ૧૫ રન અને બીજી ઇનિંગમાં ૨૩ રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા ભારત માટે ટેસ્ટ મેચમાં ખૂબ જ મહત્ત્વના છે. ભારત માટે તેઓએ ૬૦ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેઓએ ૨૫૨૩ રન અને ૨૪૨ વિકેટ ઝડપી છે. તો ભારતમાં રમાયેલી ૩૬ મેચમાં તેમણે ૧૪૫૭ રન અને ૧૭૨ વિકેટ ઝડપી છે. તેવામાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે રવીન્દ્રા જાડેજા ખૂબ જ મહત્ત્વના છે.