મુંબઇ : ૯૦ના દશકની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનનુ કહેવુ છે કે તેને હાલમાં એકપછી એક સારી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ તે લાઇફના આ તબક્કામાં હવે એવી ફિલ્મ કરવા માંગે છે જેને કારણે તેને તમામ ચાહકો યાદ રાખે.તેનુ કહેવુ છે કે તે વિતેલા વર્ષોમાં જે ફિલ્મો કરી ચુકી છે તે પણ સારી હતી અને આ ફિલ્મોને લોકો હજુ યાદ કરે છે. તેનુ કહેવુ છે કે હાલના દિવસોમાં તે કેટલીક ફિલ્મની પટકથા વાંચી રહી છે. તેના પર વિચારણા પણ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ ફિલ્મ સાઇન કરી નથી. તેનુ કહેવુ છે કે સમયની સાથે દરેક ચીજા બદલાય છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં તે કેટલીક ફિલ્મ કરી ચુકી છે. જેમાં તે ૧૦૦ ટકા પોતાની ભૂમિકા અદા કરી ચુકી છે. પરંતુ સમયની સાથે ચીજા બદલાય છે.
ફિલ્મ સિવાય તેની પાસે હવે પરિવાર અને અન્ય ચીજા પણ પ્રાથમિકતાની યાદીમાં છે. રવિનાની છેલ્લી ફિલ્મ માતૃ ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી. તેનુ માનવુ છે કે કોઇ પણ કલાકારને સમય અને વયની સાથે જ આગળ વધવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે તેને ચશ્મે બદ્દુર અને ક્યા કુલ હે હમ જેવી ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે એવી ફિલ્મની પસંદગી કરશે જે તેને ગમશે.
૪૪ વર્ષીય રવિના ટંડન હાલમાં કેટલાક સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલી છે. તે મહારાષ્ટ્ર સરકારની સંજય ગાંઘી નેશનલ પાર્કની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવવામા ંઆવી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મો તેની લાઇફના એક હિસ્સા તરીકે છે પરંતુ પરિવાર પણ તેના માટે મહત્વપૂર્ણ છે. જા કે ફિલ્મ સંપૂર્ણ લાઇફ તરીકે નથી. માધુરી, કાજાલ, જુહી ચાવલા જેવી અભિનેત્રી ફિલ્મમાં ફરી એન્ટ્રી કરી રહી છે તે અંગે પુછવામાં આવતા રવિના ટંડન કહે છે કે દરેક વાતનો એક સમય હોય છે. તેને સમય સાથે આગળ વધારી દેવાની જરૂર હોય છે.