અમદાવાદ : દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આજે સવારે નિકળી હતી. જગતના નાથ જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નિકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જા મળ્યા બાદ બીજી વખત રથયાત્રા નિકળી છે. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જાવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ૧૩ કલાક માટે નગર પરિભ્રમણ પર નિકળ્યા બાદ જુદા જુદા રૂટ પર તેમના સ્વાગત અને દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભારે ઉત્સાહ દેખાયો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે તમામ જગ્યાએ ભારે ઉત્સાહિત દેખાયા હતા.
શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રયયાત્રા આજે સવારે જગન્નાથ મંદિરથી શરૂ થઇ હતી. આજે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી યોજાઇ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. આની સાથે જ ભગવાનની યાત્રા શરૂ થઇ હતી. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતના નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજા, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા નજરે પડ્યા હતા. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પહોંચી ગયા હતા. આજે વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી.
ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાયા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શા†ોક્ત વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરવામાં આવ્યા હતા. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો હતો. વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવનાર છે. રથયાત્રા નિકળ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ભગવાનનુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપી રહ્યા છે. સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપવા માટે પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઓને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
પ્રસાદ તૈયાર કરવાની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ કરી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જગન્નાથની પ્રતિષ્ઠા સાંજે કરવામાં આવ્યા બાદ રથયાત્રાને લઇને ઉત્સાહ વધી ગયો હતો. શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થઇ રહી છે જેમાં સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા હતા. કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રએ કમરકસી લીધી હતી. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં પોલીસ જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે આખી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,આસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે. સરસપુરમાં વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જાર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને નીજ મંદિરે પાછી ફરશે.
નિજમંદિર પરત ફર્યા બાદ જ તંત્રને રાહત થશે. રથયાત્રામાં હાથી, ટ્રકો, જુદા જુદા શણગારેલા રથ હશે જેના મારફતે લોકોને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તમામ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે એકત્રિત થયા હતા. માહોલ જગન્નાથમય રહ્યો હતો