અમદાવાદ : રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. રથયાત્રાને ભવ્ય બનાવવા તમામ આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ શ્રદ્ધાળુઓ ભાગવાનના દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. રથયાત્રા વેળા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરુપે રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે.અમદાવાદ શહેરની રથયાત્રા દર વર્ષે ઐતિહાસિક રહે છે. રથયાત્રાનુ મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.
શણગારેલા ગજરાજ – ૧૯
અખાડાઓ – ૩૦
ભજન મંડળીઓ -૧૮
બેન્ડબાજા – ૦૩
સંસ્કૃતિની ઝાંકી કરાવતી ટ્રક- ૧૦૧
મગનો પ્રસાદ – ૩૦,૦૦૦ કિલો
જાંબુ પ્રસાદ – ૫૦૦ કિલો
કેરી પ્રસાદ – ૩૦૦ કિલો
કાકડી પ્રસાદ- ૪૦૦ કિલો
મંગળા આરતી થશે – સવારે ચાર વાગે
પહિંદવિધિ થશે સવારે -સાત વાગે