રથયાત્રાને લઈને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : રથયાત્રાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી આરએએફ અને પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પેટ્રોલીંગ કામગીરી ખુબ મજબુત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ કામગીરી વધુ તીવ્ર કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ રથયાત્રા માર્ગ ઉપર વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થશે તે તમામ વિસ્તારમાં અતિક્રમણોને પણ દુર કરવામાં આવી રહ્યા છે. પોલીસ ખુબ સાવચેતી રાખી રહી છે. ચોથી જુલાઈના દિવસે રથયાત્રા નિકળશે.

Share This Article