અમદાવાદ: રસના એક એવું નામ છે જેણે છેલ્લા 35થી વધુ વર્ષથી ભારતીય ઘરોમાં પીણાં તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કંપનીએ 23 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદમાં પ્રથમ મોકટેલ બાર ‘રસના બઝ’નું લોન્ચિંગ કર્યું છે. આ આઉટલેટ બોપલ વિસ્તારમાં મેરી ગોલ્ડ સર્કલની બાજુમાં આવેલા શાનવી નિર્માણ ખાતે સ્થિત છે. જે બ્રાન્ડ માટે એક નવા રોમાંચક પ્રકરણની શરૂઆત કરે છે.
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે તેના માસ્ટર ફ્રેન્ચાઇઝર તરીકે ભાગીદારી કરીને રસના બઝ સર્જનાત્મક પીણાંમાં ભારતીય સ્વાદનો સમાવેશ કરીને મોકટેલ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાના મિશન પર છે. અમદાવાદનું આ આઉટલેટ ઘણા બધા આઉટલેટમાંથી પ્રથમ છે. આગામી મહિનાઓમાં ગુજરાતમાં સુરત સહિતના અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાનું આયોજન છે.
રસનાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પિરુઝ ખંભાતાએ જણાવ્યું કે,”અમારો ઉદ્દેશ્ય એક એવો અનોખો અનુભવ આપવાનો છે જ્યાં યુવા ભારતીયો અને પરિવારો જીવંત વાતાવરણમાં સ્વાદિષ્ટ, આલ્કોહોલ વગરના પીણાંનો આનંદ માણી શકે. રસના સિરપની વૈવિધ્યતાને પ્રદર્શિત કરી શકે તે રીતે મોકટેલ બારને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે ભારતના પીણાંના રિટેલ લેન્ડસ્કેપમાં એક વિશિષ્ટ સ્થાન બનાવવાની સાથે જૂની યાદો અને નવીનતાનું મિશ્રણ કરે છે. આ બ્રાન્ડ આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં 500 આઉટલેટ્સ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે.
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ચેરમેન ગૌરવ માર્યાએ આ ભાગીદારી માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું: “રસના બઝ એક ગેમ-ચેન્જર છે, જે રસનાના વિશ્વસનીય વારસાની ફ્રેન્ચાઇઝીંગમાં અમારી કુશળતા સાથે જોડે છે. અમારું વિઝન રસના બઝને દરેક મુખ્ય શહેર અને નગર સુધી પહોંચાડવાનું છે, જે ગ્રાહકોને તાજગીભર્યો નવો અનુભવ પ્રદાન સાથે ઉદ્યોગસાહસિકો માટે આકર્ષક તકો ઊભી કરે છે.’
રસના બઝ એક એવું મેનૂ પીરસે છે જે ભારતના સમૃદ્ધ પકવાન વારસાની ઉજવણી કરે છે. કાલા ખટ્ટા બઝ, મિન્ટી જીરા લેમોનેડ અને મિર્ચી મેંગો જેવા સિગ્નેચર મોકટેલ્સ પરંપરાગત ભારતીય સ્વાદોથી ભરેલા રસનાના આઇકોનિક સિરપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ગ્રાહકો સોડા-આધારિત પીણાં, મિલ્કશેક અને સન્ડે સાથે ઇડલી, બટાટા વડા, બર્ગર, પાસ્તા, મોમો અને ફ્રેન્ચ ફ્રાઈસ સહિત વિવિધ નાસ્તાનો પણ આનંદ માણી શકે છે.
અમદાવાદ આઉટલેટના માલિક બિના પરીખ છે, જેઓ એક ઉત્સાહી ઉદ્યોગસાહસિક છે અને શહેરમાં રસના બઝનો અનુભવ લાવવા માટે ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે, “રસના એક એવી બ્રાન્ડ છે જે દરેક ભારતીય સાથે જોડાયેલી છે. હું આ નવીન સાહસનો ભાગ બનવા માટે રોમાંચિત છું. અમદાવાદ તેના વાઈબ્રન્ટ ફૂડ કલ્ચર માટે જાણીતું છે, અને મને વિશ્વાસ છે કે રસના બઝ પરિવારો, યુવાનો અને ફૂડ લવર્સ માટે એક પ્રિય સ્થળ બનશે.