ભારતના પ્રતિષ્ઠિત એફએમસીજી બિઝનેસ હાઉસ રસનાએ પોતાના ગ્રાહક કેન્દ્રિત અભિગમને ધ્યાનમાં રાખી પોતાની નવી બ્રાંડને લોંચ કરી છે. આજનો ગ્રાહક સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગ્રૃત બનતો જાય છે અને મધ, એસેન્સિયલ ઓઇલ, બદામ પાઉડર વગેરે જેવી પ્રાકૃતિક સામગ્રી તરફ પરત ફરી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી નો કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સના વચનની સાથે રસનાએ નવી બ્રાંડ રસના નેટિવ હાટને લોંચ કરી કરી છે.
રસના નેટિવ હાટ ‘પ્રકૃતિ તરફ પરત ફરો‘ના વચન સાથે લોંચ કરવામાં આવી છે. પાઉડર અને રેડી ટૂ ડ્રિંકના ઉત્પાદન પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા રસનાએ રસના નેટિવ હાટ હની વિટા અને બાદામ વિટા પાઉડર અને હનીના લોંચની જોહેરાત કરી છે.
રસના સાથે જોડાવા પર સાઈના નેહવાલે જણાવ્યું કે રસના એ ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર બ્રાંડ્સ પૈકી એક છે. આ દરેકનું સૌથી પ્રિય પીણું રહ્યું છે. હું રસના નેટિવ હાટ કે જે પ્રાકૃતિક અને હેલ્થી પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેના અંતર્ગત હની અને હની વિટા માટે જોડાઇને ખૂબ જ રોમાંચ અનુભવી રહી છું.
રસના પ્રા. લિ.ના ચેરમેન પીરૂઝ ખંભાતાએ જણાવ્યું કે અમે સાઇના નેહવાલ સાથે અમારા નવા એડ કેમ્પેઇન માટે સહયોગિતા કરી ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ. સાઇના રસનાની નેટિવ હાટ રેંજને રજૂ કરશે, જે સ્વાસ્થ્યપ્રદ પ્રોડક્ટ છે અને કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ મુક્ત છે. અમે અમારા ગ્રાહકોને નવીન ઉત્પાદનો આપવા માટે કટિબદ્ધ છીએ.