રશ્મિકા મંદાના ફરી વિવાદોમાં આવી, ઈન્ટરવ્યૂમાં ન બોલવાનું હતું એ બોલી ગઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથ સિનેમાની સુપર સ્ટાર ગણાતી રશ્મિકા મંદાનાએ સિનેમાને આસમાનની ઊંચાઇ સુધી પહોચાડ્યું છે પરંતુ હાલ રશ્મિકા મંદાના વિવાદમાં ફસાઇ છે. જેના કારણે લોકો ટ્રોલ કરી રહ્યા છે. પુષ્પા સ્ટાર રશ્મિકા મંદાનાની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આગામી હિન્દી ફિલ્મ ‘મિશન મજનું’ રિલિઝ થવા જઇ રહી છે. તેણે ફિલ્મ પ્રમોશન વખતે કહ્યું કે, બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં રોમેન્ટિક સોન્ગની પરંપરા છે જ્યારે સાઉથમાં મસાલા સોન્ગ અને આઇટમ નંબર્સનો ક્રેઝ છે.  રશ્મિકાએ પ્રમોશન વખતે એક વાત કહી જેના લીધે ફેન્સ નિરાશ થયા છે. તેણે કહ્યું કે જ્યારે હું સમજણી થઇ હતી ત્યારે મારા માટે રોમેંટિક સોન્ગનો મતલબ બોલિવુડ સોન્ગ હતા. જે નિવેદન પર યૂઝર્સે ટ્રોલ કરી અને કહ્યું કે, રશ્મિકાને હકીકતમાં કઇ ખબર નથી કે બોલિવુડ શું છે.

આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં રશ્મિકાને પૂછવામાં આવ્યું હતું કે, લાઇફમાં તે કઇ વસ્તુને જરૂરી માને છે. ખાવાનું યા તો સેક્સ? તો રશ્મિકાએ તે સમયે સે-ક્સને જરૂરી ગણાવ્યું હતું.  રશ્મિકા આ પહેલા પણ વિવાદોમાં સપડાઇ હતી. કન્નડ ઇન્ડસ્ટ્રીઝે તેના પર પાબંધી લગાવી છે. હવે ફેન્સની માગ છે કે, ટોલિવુડ ઇન્ડસ્ટ્રીઝે પણ તેની સામે એક્શન લેવા જોઇએ.  રશ્મિકાએ પુષ્પા ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો છે. જેના કારણે તે ખૂબ ફેમસ થઇ. લોકોએ પણ ખૂબ પ્રશંસા કરી હતી પરંતુ હાલમાં રશ્મિકા ટ્રોલ થઇ રહી છે.

Share This Article