રેપર રફ્તાર સિંહ ૫ વર્ષના સંબંધ બાદ કર્યાં હતા લગ્ન અને લેશે હવે છૂટાછેડા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રફ્તાર અને કોમલના સંબંધોની શરૂઆત મિત્રતાથી થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી અને ૫ વર્ષના સંબંધો બાદ બંનેએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે કોમલ ટીવી એક્ટર કરણ અને કુણાલ વોહરાની બહેન છે. બોલિવૂડ હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી, કપલ વચ્ચેનાં સંબંધોના બગડતા સમીકરણોની ઘટના દરરોજ સામે આવે છે. ક્યારેક કોઈ કોઈને દિલ આપે છે તો કોઈ વર્ષોના સંબંધોનો અંત લાવે છે. પોતાના જબરદસ્ત રેપિંગ અને પોતાની અદ્દભુત સ્ટાઈલથી ચાહકોમાં એક ખાસ ઓળખ બનાવનાર રેપર રફ્તાર સિંહ હવે તેની પત્ની કોમલ વોહરાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. લગ્નના ૬ વર્ષ પછી, તેઓએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો ર્નિણય લીધો છે. રેપર રફ્તારે વર્ષ ૨૦૧૬માં કોમલ વોહરા સાથે લગ્ન કર્યા હતા. બંને હવે પોતાના સંબંધોનો અંત લાવવા જઈ રહ્યા છે.

વર્ષ ૨૦૨૦માં તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોરોનાને કારણે બંને છૂટાછેડા લઈ શક્યા ન હતા. રફ્તાર તેની પત્નીથી ઘણા સમયથી અંતર બનાવી રહ્યો છે. બંને લાંબા સમયથી અલગ છે. કપલના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો કે રફ્તાર અને કોમલ તેમના જીવનમાં આગળ વધી ગયા છે. સ્ત્રોતે એ પણ જાહેર કર્યું કે રોગચાળાને કારણે તેમના છૂટાછેડા મોકૂફ રાખવામાં આવ્યા હતા અને હવે બંને ૬ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ છૂટાછેડાના કાગળો પર સહી કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, થોડા દિવસો સુધી સાથે રહ્યા બાદ રફ્તાર અને કોમલના લગ્નજીવનમાં સમસ્યાઓ શરૂ થઈ હતી. બંને પોતપોતાના પરિવારો સાથે એક સુંદર બોન્ડ શેર કરે છે. સૂત્રએ ખુલાસો કર્યો કે તેમના છૂટાછેડા વિશે ફક્ત નજીકના લોકો જ જાણે છે. રફ્તાર અને કોમલે પોતપોતાના ઇન્સ્ટા હેન્ડલ પરથી એકબીજાને અનફોલો કરી દીધા છે અને તેમના લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.

Share This Article