ફિનટેક ઉદ્યોગમાં લીડર તરીકે પોતાની પોઝિશનને મજબૂત કરીને રેપિપેએ અદ્યતન ડિજિટલ બેંકિંગ સુપર એપ એનવાયઈ પ્રસ્તુત કરવા 15 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. રેપિપેની વિકાસગાથામાં માનીને વર્તમાન ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ વરુણ જયપુરિયા (આરજે કોર્પ), ડીએલએફ ફેમિલી ઓફિસ, રાહુલ ગૌતમ (શીલા ફોમ) અને રોહન કુમાર (ડીએસ ગ્રૂપ)એ કર્યું છે. રોકાણકારો સેલેરી અને કરન્ટ એકાઉન્ટ, પેમેન્ટ સોલ્યુશન્સ, રિટેલ અને બિઝનેસ લોન, બાય નાઉ પે લેટર, રોકાણો, વીમો અથવા અન્ય સુવિધાજનક સેવાઓ જેવી તેમની તમામ જરૂરિયાતો માટે સુપર બેંકિંગ એપનો ઉપયોગ કરતાં 6 મિલિયન મર્ચન્ટના તેમના સંપૂર્ણ રિટેલ નેટવર્કમાં એનવાયઇ (ડિજિટલ બેંકિંગ સુપર એપ) સાથે શ્રેષ્ઠ સમન્વય જુએ છે.
રેપિપે અડધો મિલિયન હાઇબ્રિડ ડાયરેક્ટ બિઝનેસ આઉટલેટ્સ (ડીબીઓ)નું તૈયાર ફિજિટલ માળખું ધરાવતી દેશમાં એકમાત્ર ડિજિટલ બેંકિંગ કંપની છે. કંપની દરરોજ 1 મિલિયન વ્યવહારો કરે છે અને 100 મિલિયનથી વધારે ગ્રાહકોને સેવા આપે છે, જેણે રોકડ ઉપાડ અને ડિપોઝિટ, એઇપીએસ, માઇક્રો એટીએમ, પીઓએસ, યુટિલિટી પેમેન્ટ, લોન અને વીમો જેવી મૂળભૂત બેંકિંગ સેવાઓમાં માસિક ધોરણે 25 ટકાની ઊંચી વૃદ્ધિ જોઈ છે.
હવે કંપનીએ વર્ષ 2025 સુધીમાં 2 મિલિયન પ્રાઇમરી કરન્ટ એકાઉન્ટ અને સેલેરી બેંક એકાઉન્ટ ખોલવાનો, 1 મિલિયન પીઓએસ મશીન ઇન્સ્ટોલ કરવાનો, 30 અબજ ડોલરનું જીટીવી, 150 મિલિયન વિશિષ્ટ ગ્રાહકો, 3.5 મિલિયન રોજિંદા વ્યવહારો કરવાનો અને 2 મિલિયન હાઇબ્રિડ ડીબીઓનું ફિજિટલ ઇન્ફ્રા ધરાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાઇબ્રિડ ડીબીઓ દેશમાં તમામ સેગમેન્ટ અને વિસ્તારોમાં ગ્રાહકોને ઘરઆંગણે 24/7 બેંકિંગ સેવાઓ પ્રદાન કરશે.
રેપિપેના સહ-સ્થાપક અને એમડી યોગેન્દ્ર કશ્યપે ફંડ ઊભું કરવાના લેટેસ્ટ રાઉન્ડ પર કહ્યું હતું કે, “બી2બી સેગમેન્ટમાં અમારી વૃદ્ધિ વિશિષ્ટ છે. અમે ફક્ત 3 વર્ષમાં આસિસ્ટેડ પેમેન્ટમાં માર્કેટ લીડર બની ગયા હતા. એનવાયઈ સાથે બી2સી બજારમાં પ્રવેશ કરવો અમારી સ્વાભાવિક આગેકૂચ છે અને અમને એક વાર ફરી અમારા વ્યવસાયની સફળતાનું પુનરાવર્તન કરવાનો વિશ્વાસ છે. નવી મૂડીનો ઉપયોગ ઉપભોક્તાઓ અને વ્યવસાયો એમ બંને માટે દેશમાં મજબૂત ડિજિટલ નાણાકીય ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે થશે. રેપિપેમાં અમારી ફિલોસોફી સૌપ્રથમ સંશોધન કરવાની, જરૂરિયાતો સમજવાની અને પછી વ્યવહારિક બિઝનેસ મોડલ સાથે ટેકનોલોજી ઊભી કરવાનો છે. અમે ગ્રાહકો મેળવવા મૂડી વાપરવામાં માનતા નથી.“
રેપિપેના સીઈઓ નિપુણ જૈને કહ્યું હતું કે, “મહામારીએ ફિજિટલ બેંકિંગ માટે ઉપભોક્તાઓની પસંદગીમાં મોટું પરિવર્તન લાવી દીધું છે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ આ પરિવર્તન જોવા મળે છે. એનવાયઈ મારફતે અમારો ઉદ્દેશ સરળ, સુરક્ષિત અને ઝડપથી બેંકિંગ અને ધિરાણ સેવાઓ પ્રદાન કરવા સરળ, સુવિધાજનક અને નવીન સમાધાનો પ્રસ્તુત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. એનવાયઈ એકથી વધારે બેંક ખાતાઓ, નાણાકીય વ્યવહારોનું મેનેજમેન્ટ કરવા તથા સિંગલ લોન દ્વારા તમામ પ્રકારની ધિરાણ જરૂરિયાતો પૂરી કરવા અને તમામ વ્યવહારોનો સાર એકસાથે જોવા પ્રથમ પ્રકારની બેંકિંગ સુપર એપ છે.”