રેપ પિડિતાએ ચિન્મયાનંદને ૨૦૦ વખત ફોનો કર્યા હતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શાહજહાપુર : યૌન ઉત્પપીડનના આરોપી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન તેમજ ભાજપના નેતા ચિન્મયાનંદ સ્વામીની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ  તેમની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. આ મામલે ઉંડી તપાસ ચાલી રહી છે ત્યારે હવે તપાસમાં એવી વિગત ખુલીને સપાટી પર આવી છે કે પિડિત વિદ્યાર્થીનીએ ચિનમ્યાનંદ સ્વામીને ૨૦૦ વખત ફોન કર્યા હતા. આ સમાચાર સપાટી પર આવી ગયા બાદ રેપ પિડિતાની પણ મુશ્કેલી વધી શકે છે. તપાસમાં આ બાબત નિકળીને આવી છે કે વિદ્યાર્થીનિ અને ચિન્મયાનંદ વચ્ચે જાન્યુઆરી ૨૦૧૯થી લઇને ઓગષ્ટ વચ્ચે ૨૦૦ વખત ફોન પર વાતચીત થઇ ચુકી છે.

ગઇકાલે શુક્રવારના દિવસે  પિડિતા તરફથી વિડિયો જારી કરવામાં આવ્યા બાદથી તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી હતી.ે એસઆઇટી દ્વારા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા  હતા. ત્યારબાદ હવે ધરપકડ કરી લેવામાં આવી હતી.  બુધવારના દિવસે ચિન્મયાનંદની તબિયત ખરાબ થઇ ગયા બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા પર પોતાની જ કોલેજની એક વિદ્યાર્થીનિ દ્વારા રેપ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે.

લો સ્ટુડન્ટ સાથે રેપનો આરોપ થયા બાદ ચિન્મયાનંદની મુશ્કેલી વધી રહી હતી. પિડિતા તરફથી આ સંબંધમાં કેટલાક વિડિયો જારી કરવામાં આવ્યા હતા. સાથે સાથે ચિન્મયાનંદ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમને બ્લેકમેઇલિંગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ તરફથી કેટલાક અહેવાલ પણ જારી કરવામાં આવ્યા છે.ગઇકાલે હોસ્પિટલ તરફથી ચિન્મયાનંદને કેજીએમયુ લખનૌમાં ખસેડી દેવામાં આવ્યા હતા. ચિન્મયાનંદ પર કોલેજની વિદ્યાર્થીનિ દ્વારા રેપના આક્ષેપ કરવામાં આવ્યા બાદ તેમની સમસ્યા વધી ગઇ છે. હાલમાં તેઓ કસ્ટડીમાં છે.

Share This Article