વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ પુત્રીને ધમકાવી દુષ્કર્મ આચરતો હોવા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાવકા પિતાની હરકતથી કંટાળીને પુત્રીએ મુંબઈ ગયા બાદ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર, વાપીના સુલપડ વિસ્તારમાં રમેશ પરિવાર સાથે રહે છે. રમેશ પત્નીની ગેરહાજરમાં 14 વર્ષની સાવકી પુત્રી કામિની સાથે શારીરિક અડપલા કરતો હતો. જેથી પુત્રીએ માતાને જાણ કરી હતી. તેમ છતાં રમેશ પોતાની હરકતથી બાઝ નહીં આવી કૃત્ય ચાલું રાખતા થોડા મહિના અગાઉ કામિની તેની બે બહેનપણી સાથે મુંબઈ ચાલી ગઈ હતી. કામિનીએ પિતાના ગંભીર કૃત્ય અંગે મુંબઈ પોલીસમાં સાવકા પિતા સામે ગંભીર આક્ષેપ સાથે કરિયાદ કરી હતી. મુંબઇ પોલીસે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ મોકલી હતી. જેથી પોલીસે સાવકા પિતા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી રમેરાની ધરપકડ કરી હતી. સોમવારે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન મેળવ્યા હતા.