રેપ પીડિતા જો હુમલાના સમયે મારપીટ નથી કરતી અથવા તો તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી, તો તેનો અર્થ એવો નથી કે, તે સેક્સ માટે સહમત થઈ ગઈ છે.પટના હાઈકોર્ટે રેપના એક આરોપીની લોઅર કોર્ટની સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, જો રેપ પીડિતાનું નિવેદન વિશ્વાસુ અને સાચ્ચુ લાગે છે, તો ફક્ત એ આધાર પર રેપને સહમતીથી સેક્સ માની શકાય નહીં કે પીડિતાએ ઘટના સમયે શારીરિત રીતે કોઈ પ્રતિરોધ નથી કર્યો.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૨૦૧૫માં થેયલા એક રેપ કેસની સુનાવણી કરતા જસ્ટિસ એએમ બદરે કહ્યું કે, આઈપીસીની કલમ ૩૭૫ સ્પષ્ટ કરે છે કે, સેક્સમાં ભાગીદારી માટે જે સહમત હતી, તે સ્પષ્ટ દેખાવું જોઈએ. આ મામલે નિચલી કોર્ટે રેપના આરોપીને આપેલા એક સજાના વિરુદ્ધમાં અપીલ કરી હતી. જસ્ટિસ એએમ બદરે અપીલકર્તા ઈસ્લામ મિયાં ઉર્ફ મોહમ્મદ ઈસ્લામની અરજી રદ કરતા કહ્યું કે, કોઈ મહિલાએ રેપ દરમિયાન શારીરિક રીતે વિરોધ નથી કર્યો તેનો અર્થ એવો નથી કે, તે એ શખ્સ સાથે સેક્સ માટે સહમત થઈ ગઈ છે.
આ મામલામાં જમુઈની રહેવાસી એક મહિલાએ મોહમ્મદ ઈસ્લામ પર રેપનો આરોપ લગાવ્યો હતો. પીડિત મહિલા મોહમ્મદ ઈસ્લામના ઈંટના ભઠ્ઠા પર કામ કરતી હતી. ૯ એપ્રિલના રોજ તેણે મોહમ્મદ ઈસ્લામ પાસેથી મજૂરીના પૈસા માગવા ગઈ, તો તેણે કહ્યું કે, પછી આપીશ. તે દિવસે મહિલાનો પતિ ઘરે નહોતો. મોહમ્મદ ઈસ્લામ ઘરે આવ્યો અને તેને તેની સાથે રેપ કર્યો. પીડિત મહિલાએ આગામી દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.